– 45 વર્ષીય સંદિપ નાકરાણી તેમજ 46 વર્ષીય મહિલા પોત
પોતાના ઘરમાં જ બેભાન થયા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યા
સુરત,:
સુરત
શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના સિલસિલો
યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે વરાછામાં ૪૫ વર્ષીય રત્નકલાકાર અને ગોડાદરામાં ૪૬
વર્ષીય મહિલાની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં
અશ્વનિકુમાર રોડ ધરમનગર સોસાયટીમાં રહેતો ૪૫ વર્ષીય સંદિપ વેલજીભાઇ નાકરાણી ગત રોજ
ઘરમાં અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે
મુળ અમરેલીનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે
રત્નકલાકારનું કામ કરતો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં આવેલા દેવીદર્શન સોસાયટીમાં
રહેતા ૪૬ વર્ષના લીલાબેન સંજય સિંહ આજે વહેલી સવારે ઘરે અચાનક તબિયત બગાડતા બેભાન
થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.જયાં ફરજ પરના
ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે તેમને ૨ સંતાન છે. તેમના પતિ કરીયાણી
દુકાન ચલાવે છે.