back to top
Homeસૌરાષ્ટ્રશહેરમાં 393 ગેરકાયદે ધાર્મિક દબાણ : મનપાએ 16 હટાવ્યા

શહેરમાં 393 ગેરકાયદે ધાર્મિક દબાણ : મનપાએ 16 હટાવ્યા

– સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી 

– જાહેર રસ્તા, જાહેર પાર્ક, જાહેર જગ્યા વગેરેમાં આવેલ અનધિકૃત ધામક દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાશે, શહેરીજનોને સહકાર આપવા મનપાનો અનુરોધ 

ભાવનગર : સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ભાવનગર શહેરમાં ગેરકાયદે ધાર્મિક દબાણનો સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરમાં ૩૯૩ ગેરકાયદે ધાર્મિક દબાણ છે અને ૧૬ દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચાલુ માસમાં પાંચ ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યા હતાં. 

ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અનધિકૃત ધામક દબાણો અંગે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વખતો વખતના આદેશો તથા ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ ગત તા. ૨૨/૦૧/૨૦૧૦ મુજબ અનધિકૃત ધામક દબાણોનો તત્કાલીન સમયે સર્વે કરવામાં આવેલ છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર રોડ, જમીન, મ્યુ.ની પ્લોટ વગેરે જગ્યા પરના કુલ-૩૯૩ અનિધકૃત ધામક દબાણો ચિન્હિત કરવામાં આવેલ છે, ગુજરાત સરકાર ગૃહ વિભાગના તાજેતરના ઠરાવ તા. ૧૯/૦૪/૨૦૨૪ના સુચના/ગાઈડલાઈન મુજબ સાત સભ્યની કમિટીની રચના કરવામાં આવેલ છે તથા નોડલ ઓફીસરની નિમણૂક કરવામાં આવેલ છે. વધુમાં ચિન્હિત કરવામાં આવેલ કુલ-૩૯૩ અનધિકૃત ધામક દબાણો પૈકી કુલ-૧૬ ધામક દબાણો દુર કરવામાં આવેલ છે તથા ચાલુ માસ દરમિયાન વધુ પાંચ ધામક દબાણો દુર કરવામાં આવેલ છે. 

સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના વખતો વખતના આદેશો મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ જાહેર રસ્તા, જાહેર પાર્ક, જાહેર જગ્યા વગેરેમાં આવેલ અનધિકૃત ધામક દબાણો દુર કરવાની કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે, જે અંગે ભાવનગર શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે તથા મહાનગરપાલિકા તંત્રને જરૂરી સહકાર આપવા ભાવનગર મહાપાલિકાના નોડલ ઓફિસર અને નાયબ કમિશનર એડમીને અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવવામાં આવતા શ્રધ્ધાળુઓની લાગણી દુભાય રહી છે, જેના પગલે તાજતેરમાં મામા કોઠા ખાતે આવેલ ધાર્મિક દબાણ મનપાની ટીમ હટાવવા જતા વિરોધ થયો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments