Image Credit :Freepik
Gajakesari Yog: હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્તો આ મહિને દેવોના દેવા મહાદેવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-આરાધના કરે છે. આ માસમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરવા સાથે વ્રત રાખવાનું પણ વિધાન છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વર્ષે શ્રાવણ માસમાં ઘણા શુભ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ વર્ષે શ્રાવણ મહિનો 22 જુલાઇથી શરુ થઇ રહ્યો છે. તેમજ 29 જુલાઇએ ચંદ્રમાં મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનવાથી અમુક રાશિઓને અપાર સફળતા સાથે ખૂબ ધનલાભ થવાની સંભાવના છે.
ગજકેસરી રાજયોગથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે ?
વૃષભ રાશિ
નોકરી કારોબારમાં અપાર સફળતા મળશે. આ રાશિના અધૂરા કે અટવાયેલા કામો આ સમયમાં પુરા થઇ શકે છે. ધનની પ્રાપ્તિ થશે. જો ક્યાંય તમારા પૈસા અટવાયેલા છે તો પરત મળી શકે છે. આ સિવાય ધન-પ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલશે. નવી નોકરીની શોધ કરતા નોકરીયાત વર્ગને સારી જોબ ઓફર થઈ શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પણ વીતાવશો.
સિંહ
આ રાશિના જાતકોને પોતાની કારર્કિર્દીમાં સારા પરિણામોં પ્રાપ્ત થશે. ધંધાર્થીઓ માટે પણ આ સમય સારો સાબિત થશે. વેપાર-ધંધામાં લાભ થતો જણાઇ રહ્યો છે. પ્રમોશન થવાની સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સધ્ધર બનશે. જો તમે નવું રોકાણ કરવાનુ વિચારી રહ્યાં હોય તો કોઇ પ્રોપટીમાં ઇન્વેસ્ટ કરવા માટે આ સમય સારો છે.
મકર
આ ગજકેસરી રાજયોગની અસર મકર રાશિના લોકો પર પણ સારી પડવાની છે. સુખ-સંપત્તિના યોગ દેખાઇ રહ્યાં છે. રોકાણ કરવા ઈચ્છુક લોકો આ સમયમાં રોકાણ કરીને મોટો નફો કમાવી શકશે. કરિયર માટે પણ આ સમય શુભ સાબિત થશે. દાંપત્યજીવનમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં કોઇ મહેમાન આવી શકે છે. ચિંતાઓથી દૂર રહેશો.