સુરત
ફેડેક્સ કુરીયરના કસ્ટમ વિભાગે ડીટેઈન કરેલા પાર્સલમાં 5 પાસપોર્ટ, 3 ડેબીટકાર્ડ તથા 240 એમડી ડ્રગ્સ હોવાનું કહી 16 દિવસ બાનમાં લીધા હતા
સુરતના
નિવૃત્ત તબીબને ડીજીટલી એરેસ્ટ કરીને ધાકધમકી આપીને બળજબરીથી 2.5 કરોડ અલગ અલગ બેંક ખાતામાં
ટ્રાન્સફર કરાવી સાયબર ક્રાઈમ આચરવાના ગુનામાં જેલવાસ ભોગવતી હરીયાણાની આરોપી મહીલાની જામીનની માંગને એડીશ્નલ
સેશન્સ જજ પી.બી.પટેલને હાલ ગંભીર ગુનાની તપાસ નાજૂક તબક્કામાં હોઈ આરોપીને જામીન આપવાથી
નાસી ભાગી જાય તેવી સંભાવનાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
નવી
સીવીલ હોસ્પિટમાં પ્રોફેસર બંગ્લોમાં રહેતા 64 વર્ષીય નિવૃત્ત ફરિયાદી તબીબ ડૉ.સમીર વિનયકાંત ત્રિવેદીએ ગઈ તા.21-5-24ના રોજ સીઆઈડી સાયબર ક્રાઈમ ગાંધીનગરમાં 9 જેટલા
આરોપીઓએ એકબીજાના મેળાપિપણામાં ફરિયાદીને ડીજીટલ એરેસ્ટ કરીને રૃ.2.5 કરોડ બળજબરીથી ટ્રાન્સર કરાવી લીધા હોવાના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી
હતી.જે મુજબ ફરીયાદીને મોબાઈલ નંબર પર ફેડેક્ષ કુરીયરમાંથી બોલું છું તેમ જણાવીને
કસ્ટમ વિભાગે ડીટેઈન કરેલા તમે મોકલેલા પાર્સલમાં પાંચ પાસપોર્ટ,ત્રણ ડેબીટ કાર્ડ તથા 240 ગ્રામ એમડી ડ્રગ્સ
છે.પરંતુ ફરિયાદીએ પોતે કોઈ પાર્સલ મોકલ્યું ન હોવાનું જમાવ્યું હતુ.તેમ છતાં
ફરિયાદીને સાયબર ક્રાઈમ ભાયખલ્લા કનેક્ટ કરીને પોતે સાયબર ક્રાઈમના અધિકારી તરીકે
ઓળખ આપીને સાયબર ક્રાઈમ મુંબઈના
સ્કાયપે એકાઉન્ટ પરથી મેસેજ કર્યો હતો.જે
મુજબ 68 હજાર કરોડનું કૌભાંડ પકડાયું હોય તેમા ઘણાં બધા ખાતા હોઈ 39 માણસોની ધરપકડ થઈ છે.જેેમાં ફરિયાદીને 20 વર્ષની
કેદની સજા થશે તેવી ધમકી આપીને ફરિયાદીને કોઈને જાણ ન કરવા તથા મોબાઈલ ફોનનો
કેમેરો ચાલુ રખાવી તા.3 જીથી 18 એપ્રિલ
સુધી ડીજીટલ એરેસ્ટ કરીને અલગ અલગ બેંક ખાતામાં કુલ 2.5 કરોડ
બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ કેસની
તપાસ દરમિયાન સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસે હરીયાણાના કેથલ જિલ્લાના કરોરા ગામની
વતની 26 વર્ષીય આરોપી જ્યોતિ ભીમસિંહ(રે.હેબીટેટ
સોસાયટી,ખૈરી ક્લાન જિ.ફરીદાબાદ હરીયાણા)ની તા.19 મી જુનના રોજ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં મોકલી આપી
હતી.હાલમાં જેલવાસ ભોગવતી આરોપી મહીલાએ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી
દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે બનાવના 32 દિવસ બાદ વિલંબિત
ફરિયાદનો ખુલાશો ન કરવા,આરોપીનો કોઈ પ્રથમ દર્શનીય રોલ ન હોઈ
ખોટી સંડોવણી કરી હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી
દિગંત તેવારે જણાવ્યું હતું કે આરોપી મહીલાએ સમગ્ર ગુનામાં મહત્વનો રોલ ભજવ્યો
છે.ફરિયાદીને ધાકધમકી આપી બળજબરીથી પડાવેલા 2.5 કરોડ પૈકીના 62.50 લાખ હાલના આરોપી મહીલા જ્યોતિના ખાતામાં જમા થયા હોઈ આરોપી વિરુધ્ધ ગંભીર
ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપી ગુજરાતની વતની ન હોઈ જામીન આપવાથી ટ્રાયલમાં
હાજર ન રહે તેવી સંભાવના છે.હાલમાં આરોપી મહીલાએ અન્ય આરોપીના મેળાપિપણામાં ફરિયાદીને ડીજીટલ એરેસ્ટ કરીને 2.5 કરોડ માતબર રકમ પડાવી છે.જેથી ગંભીર ગુનાની પ્રથમ દર્શનીય કેસની તપાસ
ચાલુ હોઈ અન્ય આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.