Surendranagar News : સુરેન્દ્રનગરમાં બે વેપારી કંપનીના 18.20 લાખ રૂપિયા બેંકમાં જમા કરવા જતાં રસ્તામાં મેગા મોલ વિસ્તાર પાસે બે વ્યક્તિ આવીને જાહેરમાં વેપારીને છરી વડે હુમલો કરીને લાખો રૂપિયાની લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેને લઈને સુરેન્દ્રનગર પોલીસે શહેરમાં નાકાબંધી કરીને આરોપીને પકડવાની કાર્યાવાહી હાથ ધરી છે.
ચીમનલાલ ભગવાનદાસ કંપનીના વેપારીના લાખો રૂપિયા ચોરી બે વ્યક્તિ ફરાર
સુરેન્દ્રનગરમાં આવેલી ચીમનલાલ ભગવાનદાસ કંપનીના બે વેપારી કંપનીના 18.20 લાખ રૂપિયા બેંકમાં ભરવા માટે એક્ટિવા પર નીકળ્યાં હતા. રસ્તામાં શહેરના મેઘા મોલ પાસે અજાણ્યાં બે વ્યક્તિઓ આવીને વેપારીનું વાહન ઉભુ રખાવ્યું હતું. આ પછી જાહેર જગ્યામાં આરોપીએ છરીથી હુમલો કરીને લાખો રૂપિયાની લૂંટ કરીને ભાગી ગયા હતા.
સુરેન્દ્રનગર પોલીસે આરોપીને ઝડપી પાડવા ટીમ તૈનાત કરી
સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી કેમેરા તપાસ કરતાં બંને આરોપી નજરે ચડ્યાં હતા. લૂંટને અંજામ આપી લાખોની ચોરી કરીને ફરાર થયેલા બંને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો લગાડવામાં આવી છે.
આરોપીએ રેકી કરીને લાખો રૂપિયાની લૂંટને અંજામ આપ્યું
વેપારીના લાખો રુપિયાના લૂંટના બનાવને લઈને પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દ્વારા વેપારીઓને છરીથી હુમલો કરતાં તેઓ ગભરાઈ જતાં આરોપી પૈસાનો થેલો લઈને નાસી છૂટ્યાં હતા. ઘટના પછી લોકોનું ટોળુ એકઠુ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ, લાખો રૂપિયાની લૂંટ પાછળ આરોપીએ રેકી કરી હોવાના તારણ સામે આવે છે.