મુંબઈ : વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં આજે તેજીનો પવન આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ઉંચામાં ભાવ ઔંશના ૨૫૦૦ ડોલર નજીક પહોંચી જતાં તેની પાછળ વૈશ્વિક ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦૦ વધી જતાં બે દિવસમાં ભાવમાં રૃ.૧૨૦૦નો ઉછાળો નોંધાયો છે.
અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૃ.૭૬૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૭૬૭૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૃ.૧૦૦૦ વધી રૃ.૯૩૫૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૩૦થી ૨૩૩૧ વાળા ઉછળી ઉંચામાંલ ભાવ ૨૩૮૨થી ૨૩૮૩ થઈ ૨૩૭૫તી ૨૩૭૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં નવો રેકોર્ડ થયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૫૦થી ૩૦.૫૧ વાળા ઉંચામાંસ ૩૧.૪૨ થઈ ૩૦.૯૪થી ૩૦.૯૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધતાં વૈશ્વિક સ્તરે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં તતા બોન્ડ યીલ્ડમાં પણ પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૫૪ ટકા ઘટી નીચામાં ૧૦૪ની સપાટીની અંદર ઉતરી ૧૦૩.૬૬ થઈ ૧૦૩.૭૨ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ તેજી આગળ વધી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૃ.૭૩૦૪૫ વાળા વધી રૃ.૭૩૯૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૃ.૭૩૩૩૯ વાળા વધી રૃ.૭૪૨૦૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૃ.૯૨૦૧૪ વાળા ઉછળી રૃ.૯૨૪૭૫થી ૯૨૫૦૦ બોલાતા થયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦૨૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૭૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી આજે ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૩,૪૯ વાળા ઉચામાં ૮૪.૨૨ થઈ ૮૪.૧૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૦.૪૯ વાળા વધી ૮૧.૪૪ થઈ ૮૧.૪૧ ડોલર રહ્યા હતા.