Natasa Stankovic And Hardik Pandya Divorce : ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે અને નેગેટિવિટીથી બચવા માટે કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તાજેતરમાં જ નતાશા તેના પરિવારના ઘરે જતી રહી હતી. આ ઉપરાંત અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિક એકલો મસ્તી કરતા જોવા મળ્યો હતો.
નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી સ્ટોરી
આ પહેલા નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હોમ સ્વીટ હોમ’. આ પોસ્ટમાં એક કાર દેખાઈ રહી છે અને આ ઘર વિદેશનું હોવાનું જણાઈ આવે છે. અર્થાત નતાશા તેના સર્બિયાના ઘરની વાત કરી રહી છે. તેની બીજી સ્ટોરીમાં તેનો અને હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્ય દેખાય છે. સાથે તેનું એક પેટ એટલે કે પાલતુ શ્વાન દેખાય છે. આ સ્ટોરીમાં તેણે માસા એવું લખીને સફેદ હાર્ટ રાખ્યું છે અને ત્રીજી સ્ટોરીમાં તેણે અગત્સ્યને ભેટીને હેપી બર્થ ડે વિશ કર્યું છે. જો કે અગત્સ્યનો જન્મદિવસ 30 જુલાય છે.
હવે પુત્રની દેખભાળ કોણ કરશે?
હાર્દિકે પુત્રની દેખભાળ અંગે લખ્યું છે કે, ‘અમે અમારા જીવનમાં પુત્ર અગસ્ત્યને મેળવીને ભાગ્યશાળી છીએ. અમારો પુત્ર અમારી જિંદગીનો હંમેશા આધાર રહેશે. અમે બંને તેની દેખભાળ કરીશું. પુત્રને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’
હાર્દિક-નતાશાએ 2020માં કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.