Image Source: Twitter
UP Politics: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં હલચલ મચી ગઈ છે. પાર્ટીમાં સતત બેઠકો થઈ રહી છે. રાજ્યના અનેક નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. નારાજ નેતાઓ ખુલીને નિવેદન આપી રહ્યા છે. આ વચ્ચે સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે X પર પોસ્ટ કરી કે મોનસૂન ઓફર. સો લાઓ, સરકાર બનાવો. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં કોઈ નેતાનું નામ નથી લીધું. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય માટે છે.
સરકાર પરસ્પર લડી રહી છે
યુપી ભાજપમાં મચેલા ઘમાસાણ પર અખિલેશ યાદવ આ પહેલા પર નિવેદન આપી ચૂક્યા છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, સરકાર પરસ્પર લડી રહી છે. લખનઉ વાળી સરકાર નબળી પડી છે. ભાજપમાં ખુરશીની લડાઈમાં જનતા પરેશાન થઈ રહી છે. અખિલેશના પ્રહાર પર કેશવ પ્રસાદ મૌર્યએ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ભાજપની દેશ અને રાજ્ય બંને જગ્યાએ મજબૂત સંગઠન અને સરકાર છે. યુપીમાં સપાના ગુંડારાજની વાપસી અસંભવ છે. ભાજપ 2027 વિધાનસભા ચૂંટણીમાં 2017નું પુનરાવર્તન કરશે.
मानसून ऑफ़र: सौ लाओ, सरकार बनाओ!
— Akhilesh Yadav (@yadavakhilesh) July 18, 2024
પહેલા પણ આપી ચૂક્યા છે ઓફર
અખિલેશ યાદવ પહેલા પણ કેશવ પ્રસાદ મૌર્યને ઓફર આપી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, કેશવ પ્રસાદ મૌર્ય ખૂબ જ નબળા માણસ છે. તેમણે CM બનવાનું સપનું જોયુ હતું. તેઓ આજે પણ 100 ધારાસભ્ય લઈ આવે. જો તેમનામાં હિંમત હોય તો ધારાસભ્ય લઈ આવો. તેમણે એક વખત જણાવ્યું હતું કે, તેમની પાસે 100 ધારાસભ્ય છે. તેઓ આજે પણ ધારાસભ્ય લઈ આવે તો સમાજવાદી પાર્ટી તેમનું સમર્થન કરશે.
અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમનું સીએમ બનવાનું સપનું છે. તેમને સ્ટૂલ પર બેસાડી દેવામાં આવ્યા. તેમની નામ પ્લેટ હટાવી દેવામાં આવી. તેમની સાથે શું-શું થયું? તેમ છતાં તેઓ ભાજપની સાથે છે. જે તેમનું સીએમ બનવાનું સપનું છે તો ભાજપનો સાથ છોડી બહાર આવી જાઓ.