back to top
Homeપ્રાઈમ ન્યૂઝRJD અને JDU પર ભડક્યા પ્રશાંત કિશોર, રૂપૌલી બેઠક પરના ચોંકાવનારા પરિણામો...

RJD અને JDU પર ભડક્યા પ્રશાંત કિશોર, રૂપૌલી બેઠક પરના ચોંકાવનારા પરિણામો પર કર્યો કટાક્ષ

Prashant Kishore Attack On RJD And JDU : ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજ પાર્ટી સંસ્થાપક પ્રશાંત કિશોરે ફરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર નિશાન સાધ્યું છે. તેમણે આરજેડી છોડીને જનારાઓનો ઉલ્લેખ કરી પાર્ટી પર કટાક્ષ કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ‘ભલે લોકો અમને ભાજપની બી-ટીમ કહેતા હોય, પરંતુ સૌથી વધુ લોકો તો આરજેડી છોડીને જઈ રહ્યા છે. લાલટેન (આરજેડીનું ચૂંટણી ચિન્હ)નું તેલ નીકળી રહ્યું છે.’

‘આરજેડીના પાંચ વખતના ધારાસભ્યને માત્ર 30,000 મતો મળ્યા’

તેમણે કહ્યું કે, ‘બિહારના રૂપૌલીમાં 15 જેટલા યાદવ સમાજના લોકો અને 45 હજાર મુસ્લિમો રહે છે. રૂપૌલીની પેટા ચૂંટણીમાં આરજેડીના ઉમેદવાર અને પાંચ વખતના ધારાસભ્ય બીમા ભારતીને માત્ર 30,000 મતો મળ્યા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અહીં એમ-વાય સમીકરણ કામ કરી રહ્યું નથી.’

પ્રશાંત કિશોરે આરજેડી પર કર્યો કટાક્ષ

તેમણે આરજેડી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘આ બેઠક પરના ચૂંટણી પરિણામો બાદ સૌથી વધુ તે પાર્ટી ગભરાઈ ગઈ છે, જેના લાલટેનમાં તેલ ઓછું છે. તેમના જ લાલટેનમાંથી સૌથી વધુ માટીનું તેલ નિકળી રહ્યું છે. તે લોકો જેટલીવાર અમને ભાજપની બી-ટીમ કહી રહ્યા છે, તેટલીવાર લોકો આરજેડી છોડીને જઈ રહ્યા છે.’

કિશોરે નીતીશ પર પણ સાધ્યું નિશાન

કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘લોકો કહે છે કે, તમામ પછાત વર્ગ નીતીશ કુમાર અને ભાજપની સાથે છે, જો આવુ હોય તો ક્યાં ગયા કલાધર મંડલ… તેમને તો માત્ર 40 હજાર મત મળ્યા છે, જ્યારે આ બેઠક પર ગંગોટા સમાજના 80 હજાર મતદારો છે.’

રૂપૌલી બેઠક પરથી જેડીયુ-આરજેડીની હાર

ઉલ્લેખનીય છે કે, બિહારમાં તાજેતરમાં જ પેટા-ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં રૂપૌલી બેઠક પર પપ્પૂ યાદવનું સમર્થન મળવા છતાં આરજેડીના ઉમેદવાર બીમા ભારતની હાર થઈ હતી. એટલું જ નહીં જેડીયુના ઉમેદવાર કલાધર પ્રસાદ મંડલનો પણ પરાજય થયો હતો. જ્યારે અપક્ષ ઉમેદવાર શંકર સિંહનો વિજય થયો હતો અને તેમણે 68 હજારથી વધુ મતો મેળવ્યા હતા.

VIDEO: યુપીમાં ટ્રેન દુર્ઘટના, દિબ્રૂગઢ એક્સપ્રેસના 10-12 કોચ ખડી પડ્યાં, ચારના મોત, બચાવ કાર્ય ચાલુ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments