back to top
Homeસ્પોર્ટ્સVIDEO: વિરાટ કોહલી પુત્ર અકાય સાથે દુકાનમાં ફૂલ ખરીદતો જોવા મળ્યો

VIDEO: વિરાટ કોહલી પુત્ર અકાય સાથે દુકાનમાં ફૂલ ખરીદતો જોવા મળ્યો

Virat Kohli Spotted in London: ભારતીય ટીમે ગત મહિને જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ રોમાંચક ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 75 રનની ઈનિંગ રમી હતી. જોકે, વર્લ્ડ કપ બાદ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

T20 વર્લ્ડ કપ ખતમ થયા બાદ વિરાટ કોહલી લંડનમાં છે. બીજી તરફ અનુષ્કા પણ બંને બાળકો વામિકા અને અકાય કોહલી સાથે પહેલાથી જ લંડનમાં છે. વિરાટ કોહલી લંડનના રસ્તા પર એક સામાન્ય માણસની જેમ ફરી રહ્યો છે અને મોટી વાત એ છે કે તેનો પુત્ર અકાય અને પત્ની અનુષ્કા પણ તેની સાથે છે. હવે તાજેતરમાં વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફૂલની દુકાન પર ઊભેલો નજરે પડ્યો. અકાયને ખોળામાં લઈને વિરાટ ફૂલ ખરીદી રહ્યો છે. અનુષ્કા શર્મા પણ ફૂલોની ખરીદી કરવામાં વ્યસ્ત છે. 

સામાન્ય માણસની જેમ જિંદગી જીવી રહ્યો છે વિરાટ

વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું સામાન્ય માણસની જેમ જીવન જીવવા માગુ છું. હું ભારતના રસ્તા પર ચાલ્યો જ નથી અને હું તેના માટે તરસી રહ્યો છું. હવે ભારતમાં તો આ વાત લગભગ અશક્ય છે.’ જો કે વિરાટ કોહલી આ કામ લંડનમાં કરી રહ્યો છે. હાલ કોહલી મોટાભાગનો સમય લંડનમાં વિતાવી રહ્યો છે. તેના પુત્ર અકાયનો જન્મ લંડનમાં જ થયો હતો. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કોહલીએ પહેલા મુંબઈમાં ટીમ સાથે ઉજવણી કરી અને પછી લંડન જતો રહ્યો હતો. 

ધાર્મિક કીર્તનમાં નજર આવે છે વિરાટ

વિરાટ કોહલી લંડનમાં શોપિંગ ઉપરાંત ધાર્મિક સ્થળો પર પણ નજર આવે છે. તાજેતરમાં જ તે અનુષ્કા સાથે કીર્તનમાં બેઠેલો નજરે પડ્યો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ જ ધાર્મિક બની ગયો છે. તેના ફોનના વોલપેપર પર નીમ કરૌલી બાબાની તસવીર છે. એવું કહેવાય છે કે કોહલી શ્રીલંકા પ્રવાસ પર નહીં જાય, તેનો અર્થ એ કે તે હવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં રમતો જોવા મળશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments