– પાલી હિલમાં અનેક સેલેબ્સના પડોશી બન્યાં
– આથિયા અને કૃતિ સેનનનો હવે એક જ બિલ્ડિંગમાં વસવાટ, આલિયા અને આમિરનું ઘર પણ બાજુમાંં
મુંબઈ : આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલે મુંબઈના પાલી હિલમાં ૨૦ કરોડનો ફલેટ ખરીદ્યો છે. તેઓ અનેક સેલિબ્રિટીના પડોશી બન્યાં છે.
આથિયાએ જે બિલ્ડિંગમાં ફલેટ લીધો છે તે જ બિલ્ડિંગમાં કૃતિ સેનન પણ રહે છે. આલિયા ભટ્ટ અને આમિર ખાન પણ પાસેની જ બિલ્ડિંગોમાં રહે છે. અહીંથી નજીકમાં જ સલમાન ખાન, શાહરુખ ખાન, સૈફ અલી ખાન તથા જાહ્વવી કપૂર અને તૃપ્તિ ડિમરીનાં ઘર છે.
આથિયાએ બીજા માળે ફલેટ લીધો છે. આ પ્રોપર્ટી સોદા માટે તેમણે ૧.૨૦ કરોડની સ્ટેમ્પ ડયૂટી ભરી છે. ફલેટનું ક્ષેત્રફળ ૩૩૫૦ ચોરસ ફૂટનું હોવાનું જાણવા મળ્યું છે.
કે. એલ. રાહુલ બેંગ્લુરુમાં પણ એક વૈભવી ઘરનો માલિક છે. આ ઉપરાંત તેની પાસે અનેક વૈભવી કારોનો કાફલો પણ છે.