image : Twitter
Dhadhar River : વડોદરા શહેર નજીક પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. પરંતુ ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે ઢાઢરમાં નવા નીરની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.
શહેર નજીક પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવતા ગ્રામજનો આશ્ચર્ય પામ્યા છે. જોકે ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢરમાં પાણી આવ્યા હોઇ જિલ્લાના પોર ગામે પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે ડેમમાંથી હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી પણ ઉપરવાસમાં વરસાદને પગલે નવા પાણી આવ્યા હોવાનું અનુમાન છે. પ્રાપ્ત માહિતી મુજબ પોર પાસેથી પસાર થતી ઢાઢર નદી એકા એક બે કાંઠે વહી રહી છે.