– ઉલઝ ફિલ્મનાં પ્રમોશન પર અસર પડી શકે
– હાલત સુધારા પર છે, એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે તેવી બોની કપૂરની પુષ્ટિંં
મુંબઈ : જાહ્વવી કપૂરને બહુ ગંભીર ફૂડ પોઈઝનિંગ થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જાહ્વવીના પિતા અને ફિલ્મ સર્જક બોની કપૂરે ખુદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જાહ્વવી બીમાર પડી છે.
બોનીએ જોકે જણાવ્યું હતું કે તેની હાલત હવે સુધારા પર છે અને આગામી એકાદ બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા મળી જશે તેવી આશા છે.
જાહ્વવીને ક્યાં શું ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું છે તેની વિગતો તત્કાળ મળી શકી નથી
જોકે, જાહ્વવીની નાદુરસ્ત તબિયતની અસર તેની આગામી ફિલ્મ ‘ઉલઝ’નાં પ્રમોશનનાં શિડયૂલ પર પડી શકે છે. આ ફિલ્મ આગામી તા. બીજી ઓગસ્ટે રીલિઝ થવાની છે. તેનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ થયું છે. આ ફિલ્મમાં જાહ્વવી એક આઈએફએસ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે.