Hardik Pandya Natasa Stankovic Divorce: ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે આખરે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. આ બાબતે હાર્દિકે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને તેના ફેન્સને જાણ કરી હતી. 4 વર્ષના લગ્નજીવનનો અંત આવતા જ નતાશા સર્બિયા જતી રહી છે. હવે એવા તેમના ફેન્સના મનમાં તેમના પુત્ર અગસ્ત્યનું શું થશે?, છૂટાછેડા પછી હાર્દિક પંડ્યા નતાશાને કેટલી રકમ આપશે?, જેવા ઘણા પ્રશ્નો ચાલી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર હાર્દિકનો એક જુનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિકનો જુનો વીડિયો વાયરલ
હાર્દિક પંડ્યાએ એક શોમાં આ વાત કહી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે કે ભાઈનું વિઝન ઘણું આગળનું છે. તેને પહેલેથી જ આભાસ થઈ ગયો હતો. જોકે, હાર્દિક પંડ્યા તેની પત્નીને કેટલા રૂપિયા આપશે તે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. જો પુત્ર અગસ્ત્યની કસ્ટડી વિશે વાત કરવામાં આવે તો, તે પહેલેથી જ તેની સાથે સર્બિયા જતો રહ્યો છે. તેથી માનવામાં આવે છે કે તે નતાશા સાથે જ રહેશે.
હાર્દિક-નતાશાની પહેલી મુલાકાત
વર્ષ 2018માં હાર્દિક અને નતાશા એક કોમન ફ્રેન્ડ દ્વારા એક નાઈટ ક્લબમાં મળ્યા હતા. જો રિપોર્ટ્સનું માનીએ તો હાર્દિકને પહેલી નજરમાં જ નતાશા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.
હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારપછી વર્ષ 2023માં 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે ધામધૂમથી ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.