અંધેરીમાં 84માંથી 7 સભ્યો દ્વારા અવરોધં
2 સપ્તાહમાં ફ્લેટ ખાલી નહી કરનારા 7 સભ્યને રૃા. 5 લાખ ચૂકવવા નિર્દેશ
મુંબઇ : બોમ્બે હાઇકોર્ટે એક હાઉસિંગ સોસાયટીના સાત સભ્યોને તેમના વ્યવહારથી બિલ્ડીંગનું રિડેવેલોપમેન્ટ જોખમમાં મૂકાઇ રહ્યું છે તેવું અવલોકન કરી બે સપ્તાહમાં ફ્લેટ ખાલી કરવાનો આદેશ તાજેતરમાં જારી કર્યો હતો.
બે સપ્તાહમાં જો ફ્લેટ ખાલી નહીં કરે તો રૃા. પાંચ લાખ ખર્ચ પેટે જમા કરવા હાઇકોર્ટે સાત સભ્યને આદેશ કર્યો હતો. અંધેરી (ઇસ્ટ)ના ચકાલા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના રિડેવલોપમેન્ટના મામલે સુનાવણી ચાલી રહી હતી. જસ્ટિસ આરિફ ડોક્ટરે કહ્યું કે જે દેખીતી રીતે કાયદામાં સ્થાપિત સ્થિતિથી વિરુદ્ધ હોય અને જે વ્યર્થ હોય, જેનો બચાવ નહીં કરી શકાય તેવા કારણો આગળ ધરી રિડેવલોપમેન્ટમાં અવરોધ ઉભા કરવાના પ્રયત્ન જૂજ સભ્યો દ્વારા થતા હોય તેવા ઘણા કેસ આ કોર્ટના ધ્યાને છે.
રિડેવેલોપમેન્ટમાં સંમતિ નહી આપનારા સભ્યો અને તેમની વચ્ચેના વિવાદ અંગેની પીટિશન એક ડેવેલોપરે હાઇકોર્ટમાં ફાઇલ કરી હતી. ડેવેલોપર અને હાઉસિંગ સોસાયટી વચ્ચે રિડેવેલોપમેન્ટ એગ્રીમેન્ટ સપ્ટેમ્બર ૨૦૨૩માં કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૩માં ઇમારતને સીવન (જર્જરિત) શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું તે પછી ૮૪ સભ્યોમાંથી શરૃઆતમાં ૭૬ સભ્યોએ પોતપોતાનો ફ્લેટ ખાલી કર્યો હતો. અસંમતિ આપનારા સભ્યોએ ફ્લેટ ખાલી કરવાનો ઇન્કાર કરતા ડેવેલોપરે હાઇકોર્ટમાં ધા નાખી હતી તે પછી વધુ એક સભ્યે ફ્લેટ ખાલી કર્યો હતો.
અરજદારના એડવોકેટે રજૂઆત કરી હતી કે ડેવેલોપરના હાર્ડશીપ પ્પેન્શેસન (ફ્લાટમાલિકને અન્ય જવાથી પડતી તકલીફ સામેનું વળતર), ભાડુ, બ્રોકરેજ, વિગેરે ખર્ચ ચાલુ થઇ ગયો છે. ફ્લેટ ખાલી ક રનારા મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો છે. રિડેવેલપોમેન્ટ સામે સિટી સિવિલ કોર્ટમાં અસંમતિ દર્શાવનારા સભ્યો દ્વારા કેસ ફાઇલ કરાયો છે. પણ કોર્ટે ‘સ્ટે’ (રિડેવેલોપમેન્ટ સામે) આપ્યો નથી.
કાયમી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવા અંગેનું એગ્રીમેન્ટ કરવા ડેવેલોપર તૈયાર નથી તેવું અસંમતિ દર્શાવનારા ત્રણ સભ્યના એડવોકેટે કહ્યું હતું. એગ્રીમેન્ટ કરવામાં આવશે અને તેમને અન્ય સભ્યોની જેમ જ ગણવામાં આવશે તેવી ડેવેલોપરના એડવોકેટે સ્પષ્ટતા કરી છે તેવું જસ્ટિસ ડોક્ટરે કહ્યું હતું. બે સપ્તાહમાં જો સાત સભ્ય ફ્લેટ ખાલી નહીં કરે તો ખર્ચ પેટે તેમણે રૃા. પાંચ લાખ આપવા પડશે તેવા નિર્દેશ જસ્ટિસ ડોક્ટરે આપ્યા હતા.