Vaodara News : વડોદરામાં 17મી તારીખે મોહરમના પર્વે નીકળેલા તાજીયાના જુલુસ દરમિયાન શહેરના કેટલાક સ્થળોએ ડીજે વગાડવામાં આવ્યું હતું. તરસાલી શાક માર્કેટ પાસે નૂર પાર્ક સોસાયટીના ઇસ્લામિક ફ્રેન્ડ સર્કલના તાજીયા માટે કતલની રાત તથા વિસર્જન માટે લાઉડ સ્પીકરની પરમિશન લેવામાં આવી હતી પરંતુ કતલની રાત તથા તાજીયાના ઝુલુસ દરમિયાન ડીજેના સંચાલક આર.બી સાઉન્ડ સિસ્ટમ વસીમ રાઠોડ ડીજે વગાડ્યું હતું. જે અંગે મકરપુરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજીયાના જુલુસમાં ડીજે વગાડનાર સાઉન્ડ સિસ્ટમના માલિક સામે ગુનો દાખલ
RELATED ARTICLES