– અર્જૂન કપૂર સાથે બ્રેક અપ બાદ નવો સાથી મળ્યો
– મલાઈકાએ એક અજાણ્યા પુરુષના ફોટા શેર કર્યા જોકે, તેની ઓળખ આપી નથીં
મુંબઈ : મલાઈકા અરોરાએ અર્જૂન કપૂર સાથે બ્રેક અપ બાદ નવો બોય ફ્રેન્ડ શોધી લીધો હોવાનું મનાય છે. તાજેતરમાં તેણે પોતાની ટ્રીપના કેટલાક ફોટા શેર કર્યા છે. તેમાં એક અજાણ્યો પુરુષ પણ તેની સાથે હોવાનું જણાય છે. જોકે, આ પુરુષ કોણ છે તેની ઓળખ તેણે આપી નથી.
મલાઈકાએ આ પુરુષનો ચહેરો બ્લર કરી નાખ્યો છે. મલાઈકા હાલ સ્પેન ફરવા ગઈ છે અને કેટલાક સમયથી ત્યાંના ફોટા શેર કરી રહી છે. આ પુરુષ પણ તેની સાથે હોવાની સંભાવના છે.
થોડા સમય પહેલાં મલાઈકાએ એક ગૂઢાર્થ ધરાવતી પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે તમારી તમારાં હૃદય ,મન અને શરીર સાથે જ લાંબી રિલેશનશિપ હોય છે. તેની સાથે તમારે ઉદારતા દાખવવી જોઈએ.
મલાઈકા અને અર્જૂન કપૂર વચ્ચે આશરે છ વર્ષ અફેર ચાલ્યું હતું. જોકે, થોડા સમય પહેલાં તેઓ છૂટાં પડી ગયાં હતાં. બંનેએ તેમના બ્રેક અપ વિશે અધિકૃત રીતે કશું જણાવ્યું નથી.