back to top
Homeદુનિયામાઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા ફિક્સ કરાઈ : સાયબર સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ

માઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા ફિક્સ કરાઈ : સાયબર સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ

Microsoft Outage: આજે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ માઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા અંગે  સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ આપી છે. 

CrowdStrike કંપનીની પ્રતિક્રિયા

CrowdStrike કંપનીના CEOએ જણાવ્યું કે અમે માઈક્રોસોફ્ટની વિન્ડોઝ હોસ્ટમાં જે અપડેટ આપી હતી અને તેના બાદ જે ખામી સર્જાઈ હતી તેના પર અમે કામ કરી રહ્યાં છીએ. આ કોઈ સાયબર એટેક કે સિક્યોરિટીમાં ખામી નથી. શું સમસ્યા થઈ હતી તે જાણી લેવાયું છે અને તેને ફિક્સ કરવા માટેની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઈ છે.  લેટેસ્ટ અપડેટ્સ માટે ગ્રાહકોને સપોર્ટ પોર્ટલ તથા અમારી વેબસાઈટનો સંપર્ક કરવા ભલામણ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે CrowdStrike એક સાયબર સિક્યોરિટી કંપની છે, જે Microsoft અને અન્ય કેટલાક પ્લેટફોર્મને સાયબર હુમલાઓથી બચાવવા માટે કામ કરે છે. 

કઈ ખામી સર્જાઇ હતી? 

માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂઆત એઝર બેકેંડ વર્કલૉડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવિટી ફેલિયરની સમસ્યા સર્જાઈ હતી.

આ પણ વાંચો : માઈક્રોસોફ્ટમાં ખામી પર ભારત સરકારનું પ્રથમ નિવેદન

આ ખામી ક્યારે સર્જાઈ? 

આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી હતી. આ ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. આજે (19 જુલાઈ) સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.

આ પણ વાંચો : વિમાનયાત્રીઓ ઍરપોર્ટ વહેલા પહોંચે, ભારતની એરલાઈન્સે ગાઈડલાઈન્સ જાહેર કરી

સ્ક્રિન પર એકાએક બ્લ્યૂ સ્ક્રિન આવી ગઈ હતી

આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.

ટેકનિકલ ખામી કે હેકિંગ?

ઘણા લોકોને એવો સવાલ પણ થાય છે કે શું આ માત્ર એક ટેકનિકલ ખામી છે કે પછી કોઈક સાયબર હુમલાને કારણે દુનિયાભરની સિસ્ટમો ઠપ્પ થઈ ગઈ છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પણ આ સવાલ ઉઠાવી રહ્યા છે.

કયા કયા દેશોમાં કેવી કેવી ખામીઓ સર્જાઈ ?

માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ હતી. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સક્રિય કરાઈ હતી. 

કયા કયા ક્ષેત્રો પર અસર થઇ? 

ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments