back to top
Homeરાજકોટરાજકોટ-જુનાગઢ-પોરબંદરમાં વરસાદના લીધે આધિ, વ્યાધિ અને ઉપાધિ, ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાં...

રાજકોટ-જુનાગઢ-પોરબંદરમાં વરસાદના લીધે આધિ, વ્યાધિ અને ઉપાધિ, ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાં રેલવે

Gujarat Rain Update: રાજકોટ-જુનાગઢ પંથકમાં ગુરૂવાર સાંજથી ખાબકી રહેલા વરસાદે વિનાશ નોર્તર્યો છે. અતિભારે વરસાદના લીધે લીલો દુકાળ સર્જાય એવી ભિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં છલકાયા છે. સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરતાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 18 ઈંચ રાજકોટના ઉપટલેટામાં 15 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, વેરાવળમાં 8 ઈંચ, જુનાગઢના વંથલીમાં 7 ઇંચ, સૂત્રાપાડામાં 6.6 ઈંચ, માણાવદરમાં 6.5 ઈંચ, કેશોદમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં રેલવે માર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. 

 8 સ્ટેટ હાઇવે બંધ 

જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ, જાણો તમારા વિસ્તારોમાં કેટલો ખાબક્યો?

રેલ વ્યવહાર ખોરવાયો, 3 ટ્રેન રદ અને 3 ટ્રેન આંશિક રીતે રદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સીધી અસર ટ્રેનો પર વર્તાઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદના લીધે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.  તો બીજી તરફ પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે. 

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, સૂત્રાપાડા-વંથલીમાં જળબંબાકાર, આજે પણ ભારે વરસાદની આગાહી

વરસાદની આગાહીને લઇ NDRFની ટીમ તૈનાત

વરસાદની આગાહીને લઇ NDRFની ટીમ તૈનાત કરાઇ છે. વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં ટીમ તૈનાત કરાઇ છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં તૈનાત છે. અતિભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. કોઇ જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે કામગીરી કરી રહી છે. NDRFની ટીમ બચાવ કામગીરી કરશે.

વીજપોલ અને વૃક્ષો ધરાશાયી 

ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ આવ્યો છે. જેમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા 11 KVના વીજપોલ ધરાશાયી થયા છે. પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. ડારી, છાત્રોડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વેરાવળમા પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. રેયોન કંપનીના ગેટ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ છે. 11 કેવીના 7 વીજ પોલ ધરાશાયી થયા છે.

તાલાલા પંથકમાં ધોધમાર વરસાદથી હિરણ અને સરસ્વતી નદીમાં પૂર, વાડલા ગીર ગામ વિખુટું પડયું

ખેતરો બેટમાં ફેરયા, મંદિર અને ઘરોમાં પાણી ફરી વળ્યા

છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં બેટ જેવા દ્વશ્યમાન થાય છે. જુનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા અને મંદિરોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના લીધે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થવા પામ્યું છે. મુશળધાર વરસાદના પગલે ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. 

ધોરાજી પંથકમાં આભ ફાટ્યું, 14 ઈંચ વરસાદથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા

રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજકોટ તાલુકાના છાડરવાવદરમાં આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. 

કલ્યાણપુરમાં 8 કલાકમાં 10થી વધુ ઈંચ વરસાદ

વરૂણદેવ સૌરાષ્ટ્ર પંથક પર મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે દ્વારકાના કલ્પાણપુર તાલુકમાં 8 કલાકમાં 10 ઇંચ નોંધયો છે.  એકધારા મુશળાધાર વરસાદની લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. રોડ રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી રહી હોય એવું લાગી છે. ખેતરો બોટમાં ફેરવાય ગયા અને અનેક માર્ગો બંધ થઇ ગયા છે. 

ઉપલેટા 15 ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉપલેટ શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. શહેરના માર્ગો પર નદીઓ નહી એવો ભાસ થઇ રહ્યો છે. અનેક દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ સમઢીયાળા, લાઈઠ, ભીમોરા, તલંગણા, કુંઢેચ, કાથરોટા, વરજાંગ જાળીયા, નાગવદર, મેખાટીંબી, વડેખાણ, તણસવા, મેરવદર, ઢાંક જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરના લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. 

19મી જુલાઈ: આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.

20મી જુલાઈ: આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

20મી  જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

21મી જુલાઈ: આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

21 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા

જળસંપત્તિ વિભાગના અહેવાલ અનુસાર, રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. આ ઉપરાંત રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઇ જતાં હાઈ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે.

રાજ્યના કુલ 7 જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15માં 26.33 ટકા, કચ્છના 20માં 22.92 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments