– 16મી જુલાઈએ બાળકીને જન્મ આપ્યાની જાહેરાત
– લગ્નના ચાર વર્ષ બાદ સંતાનનું આગમન, થોડા દિવસ પહેલાં જ મેટરનિટી શૂટ વાયરલ થયું હતું
મુંબઈ : રીચા ચઢ્ઢા અને અલી ફૈઝલ એક બાળકીનાં માતાપિતા બન્યાં છે. રીચાએ તા. ૧૬મી જુલાઈએ એક બાળકીને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
બાળકીનો જન્મ થયો હોવાની એક સંયુક્ત જાહેરાતમાં રીચા અને અલીએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં બાળકીને આવકારતાં અમે અપાર હર્ષ અનુભવી રહ્યાં છીએ. અમારાં બંનેના પરિવારોમાં આનંદ પ્રસર્યો છે. બાળકી બિલકૂલ સ્વસ્થ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
રીચા અને અલી ફૈઝલ ‘ફુકરે’ ફિલ્મનાં શુટિંગ વખતે પ્રેમમાં પડયાં હતાં. તે પછી તેમણે કેટલીક ફિલ્મો તથા વેબ શોમાં સાથે કામ કર્યું હતું. તેમણે ૨૦૨૦માં જ લગ્ન કરી લીધાં હતાં જોકે તે સમયે કોવિડને કારણે બે વર્ષ સુધી તેમણે લગ્નજીવનની કોઈ ઉજવણી કરી ન હતી. ગત ફેબુ્રઆરીમાં રીચાએ જાહેર કર્યું હતું કે તે માતા બનવાની છે.