back to top
Homeગુજરાતરોડ ઉપર નડતરરુપ એવા અમદાવાદના ૧૩૮૬ ધાર્મિક દબાણ દુર કરવા મ્યુનિ. તંત્રે...

રોડ ઉપર નડતરરુપ એવા અમદાવાદના ૧૩૮૬ ધાર્મિક દબાણ દુર કરવા મ્યુનિ. તંત્રે નોટિસ આપી


અમદાવાદ,ગુરુવાર,18
જુલાઈ,2024

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારના જાહેર રસ્તા ઉપર આવેલા
નડતરરુપ ૧૩૮૬ ધાર્મિક પ્રકારના દબાણને  સાત
દિવસમાં દુર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી
છે.૬ જુલાઈ સુધીમાં ૧૪૯ ધાર્મિક સ્થાનના દબાણ 
સુપ્રિમકોટમાં દાવા પ્રકરણ -૨૦૦૬ અન્વયે આપવામા આવેલા આદેશ તથા ગુજરાત સરકારના
ગૃહવિભાગના એપ્રિલ-૨૦૨૪માં કરવામાં આવેલા ઠરાવ મુજબ દુર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલા રોડ ઉપર
નડતતરુપ એવા ધાર્મિક સ્થાનના દબાણ દુર કરવા શહેરના તમામ સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ
ઓફિસર દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાવા પ્રકરણ-એસ.એલ.પી.(સિવીલ) નંબર-૮૫૧૯-૨૦૦૬
અન્વયે ૨૯ જુન-૨૦૦૯ તથા ૭ ડિસેમ્બર-૨૦૦૯ના હુકમ તેમજ હાઈકોર્ટમાં દાવા પ્રકરણ
-એસ.સી.એ.-નંબર-૯૬૮૬-૨૦૦૬ના આદેશ ઉપરાંત રાજયના ગૃહ વિભાગના ૧૯ એપ્રિલ-૨૦૨૪ના ઠરાવ
મુજબ સાત દિવસના સમયમાં રોડ ઉપર જાહેર જગ્યામાં કરવામાં આવેલા ધાર્મિક પ્રકારના
દબાણ દુર કરવા નોટિસની બજવણી કરવામાં આવી છે.શહેરના વટવા ઉપરાંત વિરાટનગર
, ઈન્ડિયા કોલોની
વોર્ડ તેમજ રામોલ તથા ઈસનપુર વોર્ડના ભાડુઆતનગર વિસ્તારમાં આવેલા મંદિરની સાથે
સરદારનગર વોર્ડમાં આવેલા મંદિરને દુર કરવા એસ્ટેટ વિભાગે નોટિસ આપતા વિવિધ ધાર્મિક
સંગઠનોના આગેવાના દ્વારા રોડ ઉપરના નડતરરુપ ધાર્મિક સ્થાનો  સામે કાર્યવાહી નહીં કરવા વિવિધ સત્તાધીશો
સમક્ષ રજુઆત કરવામા આવી હતી.ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
ધાર્મિક સ્થાનના દબાણ મામલે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રોગ્રેસ
રીપોર્ટ પણ રજૂ કરવામા આવનાર છે.

પૂર્વ અમદાવાદના વિવિધ ધાર્મિક સ્થાનના દબાણ દુર કરાયા

ગુરુવારે શહેરના વટવા વોર્ડ ઉપરાંત અન્ય વોર્ડ વિસ્તારમાં
રોડ ઉપરના ધાર્મિક સ્થાન મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી તોડી પાડવામા
આવ્યા હતા.જો કે કેટલા ધાર્મિક સ્થાનના બાંધકામ તોડી પડાયા એ અંગે એસ્ટેટ વિભાગના
અધિકારીઓએ માહિતી આપવાનુ ટાળી દીધુ હતુ.

કયા-કયા ધાર્મિક સ્થાનોને દુર કરવા નોટિસ અપાઈ

ભાથીજી મહારાજ મંદિર,વિરાટનગર
રોડ
, શનિદેવ
તથા પાતળીયા હનુમાનજી મંદિર
,ઈન્ડિયા
કોલોની
, હનુમાનજી
મંદિર
, બોમ્બે
કંડકટર રોડ
, ખોડીયાર
મંદિર
, રામોલ,સાંઈબાબા મંદિર,સરદારનગર

ઝોન મુજબ કયાં-કેટલાં ધાર્મિક સ્થાનના દબાણ?

ઝોન    ધાર્મિક સ્થાન   દુર કરાયા

ઉત્તર   ૨૧૨           ૨૦

પૂર્વ    ૧૪૭           ૩૧

દક્ષિણ  ૨૦૩           ૩૫

મધ્ય   ૪૮૯           ૨૫

પશ્ચિમ  ૨૩૫           ૨૩

ઉ.પ.   ૫૭             ૦૯

દ.પ.   ૨૮             ૦૬

હાઈવે  ૧૫             ૦૦

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments