Vadodara Fire Brigade : વડોદરામાં ડભોઇ રોડથી ગણેશ નગર તરફ જવાના રસ્તા પર આજે બપોરે ફાયર બ્રિગેડનું વાહન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે મોપેડ સવાર યુવતીનો બચાવ થયો હતો.
આજે બપોરે 2:15 વાગે રોડ પરથી પસાર થતું હતું ત્યારે ગણેશ નગર ત્રણ રસ્તા પાસે ડાબા હાથે વળાંક લેતા સમયે સ્ટેરીંગ પરનો કાબુ નહીં રહેતા આખું વાહન પલટી ખાઈને રોડની સામેની સાઈડએ ઊંધું થઈ ગયું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થતી મોપેડ સવાર યુવતીનું વાહન નીચે ચગદાઈ ગયું હતું પરંતુ યુવતી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. યુવતીને આંગળી પર સાધારણ ઇજા થઈ હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.