Vadodara Union Bank Fire : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી યુનિયન બેન્કમાં આગળ છમકલું થતા ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી યુનિયન બેન્કમાં કામકાજ શરૂ થાય તે પહેલા ધુમાડા નીકળવા માંડતા એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી વીજ કંપનીની મદદ લઈ વીજ કનેક્શન કાપ્યું હતું.
પરિણામે થોડીવારમાં આગ કાબુમાં આવી ગઈ હતી. જો બનાવની જાણ મોડી થઈ હોત તો બેંકને મોટું નુકસાન જવાની શક્યતા હતી. પરંતુ એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે બેંકમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી.