મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય.
વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે.
મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન રાખવું.
કર્ક : સીઝનલ ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે. કોર્ટ કચેરીના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. ખર્ચ જણાય.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આનંદ રહે.
કન્યા : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ -મુશ્કેલી આવ્યા કરે. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બેચેની રહે.
તુલા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-વ્યવસ્તતા જણાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.
ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા અનુભવાય. ખર્ચ રહે.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. રાજકીય સરકારી કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
મીન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જેમ દિવસ પસાર થતો જાય તેમ કામનો ઉકેલ આવતો જાય.
– અગ્નિદત્ત પદમનાભ