Image: IANS
Stock Market Today: કેન્દ્રીય બજેટમાં સકારાત્મક જાહેરાતોની અપેક્ષાએ સેન્સેક્સ અને નિફ્ટીએ સતત પાંચ ટ્રેડિંગ સેશનમાં રોજ નવી રેકોર્ડ ટોચ બનાવ્યા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. રોકાણકારોની મૂડી રૂ. 5.78 લાખ કરોડ ઘટી છે.
આજે મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 81587.76ની ઓલટાઈમ હાઈ સપાટીએ સ્પર્શ્યો હતો. જો કે, બાદમાં વેચવાલીનું પ્રેશર વધતાં ઘટી 81076.32 થયો હતો. 10.36 વાગ્યે 196.07 પોઈન્ટ ઘટી 81150.87 પર, જ્યારે નિફ્ટી 88.10 પોઈન્ટ ઘટી 24712.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
2660 શેર્સમાં વેચવાલીનું પ્રેશર
બીએસઈ ખાતે ટ્રેડેડ 3724 શેર્સ પૈકી 920 ગ્રીન ઝોનમાં જ્યારે 2660 શેર્સ રેડ ઝોનમાં કારોબાર થઈ રહ્યા હતા. 254 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 168 શેર્સ વર્ષની નવી ટોચ અને 178 શેર્સ અપર સર્કિટ સાથે વધ્યા હતા.
એનએસઈ ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ
સ્ક્રિપ્સછેલ્લો ભાવઉછાળોINFY1809.152.91BRITANNIA5952.81.38HCLTECH1612.91.15ASIANPAINT2955.80.83ITC473.60.71BPCL307.25-3.43TATASTEEL161.41-2.98HINDALCO671.2-2.72EICHERMOT4828.1-2.29ONGC324.3-2.23
(નોંધઃ ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)
આઈટી સ્ટોક્સ ગેલમાં
ગઈકાલે દેશની ટોચની બીજી આઈટી કંપની ઈન્ફોસિસે અપેક્ષા કરતાં મજબૂત પરિણામો જાહેર કરતાં શેર્સમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ટીસીએસ, એચસીએલ બાદ આ આઈટી કંપનીના પ્રોત્સાહક પરિણામોના પગલે આઈટી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. ટીસીએસ, માઈન્ડટ્રી, એચસીએલ સહિતના શેર્સમાં બાઈંગ વોલ્યૂમ વધ્યા છે.
નિફ્ટી 25000 થવાનો આશાવાદ
એકંદરે માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળો, બજેટમાં આકર્ષિત જાહેરાતો, પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામોના કારણે નિફ્ટી ઝડપથી 25000નું લેવલ ક્રોસ કરશે તેવો આશાવાદ રેલિગર બ્રોકિંગના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ઓફ રિસર્ચ અજીત મિશ્રા આપી રહ્યા છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.