back to top
Homeબિઝનેસસોના- ચાંદીમાં ટોચ પરથી પીછેહટ: ડોલર સામે રૂપિયો નવા નીચા તળિયે

સોના- ચાંદીમાં ટોચ પરથી પીછેહટ: ડોલર સામે રૂપિયો નવા નીચા તળિયે

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ વધતા અટકી વિશ્વબજાર પાછળ ફરી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી પડી હતી. વિશ્વબજારમાં ટોચ પરથી પીછેહટના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં દેશના ઝવેરીબજારોમાં ઉછાળે આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૭૬૧૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૩૦૦ બોલાતા થયા હતા.

 અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૩૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૪૭૫થી ૨૪૭૬ વાળા નીચામાં ૨૪૫૭ થઈ ૨૪૬૪થી ૨૪૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતો અટકી ચાર મહિનાના તળીયેથી ફરી વધી આવતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી.

 દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૦.૯૫ વાળા ઘટી ૩૦.૧૮ થઈ ૩૦.૩૬થી ૩૦.૩૭ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૨૩ વાળા ઘટી ૯૯૨ થઈ ૯૯૪ ડોલર જ્યારે પેલેડીયમના ભાવ ૯૭૨ વાળા નીચામાં ૯૪૬ થઈ ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૨૬ ટકા તૂટતાં તેની અસર ચાંદીના ભાવ પર નેગેટેવી જોવા મળી હતી.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૯૦૦ વાળા રૂ.૭૩૬૮૩ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૪૨૦૦  વાળા ઘટી રૂ.૭૩૯૭૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૨૫૦૦ વાળા ઘટી રૂ.૯૧૫૫૫ રહ્યા હતા. 

મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી નરમ હતા.

 અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૯ લાખ બેરલ્સ ઘટયો હતો જ્યારે ત્યાં ગેસોલીનનો સ્ટોક ૩૩ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૪.૧૮ વાળા ઉંચામાં ૮૫.૮૧ થઈ ૮૪.૮૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધી ૧૦૩.૮૫ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૫૮ વાળા વધી રૂ.૮૩.૬૬ થઈ રૂ.૮૩.૬૪ના મથાળે બંધ રહ્યા હતા. શેરબજારમાં રેકોર્ડ તેજી છતાં કરન્સી બજારમાં આજે ડોલરસામે રૂપિયો નબળો પડતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments