Gujarat Rain Update: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યા રહ્યા છે. કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી કેરલ સુધી ટ્રોફ સહિત વરસાદી સિસ્ટમ યથાવત્ રહેતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડા અને વંથલીમાં ગુરૂવારે (18મી જુલાઈ) 7-7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વેરાવળ, પાટણમાં 6-6 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
કેશોદ, કાલાવડ, પોરબંદર,ખાંભા, માણાવદર, કલ્યાણપુરમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉપલેટા-ધોરાજીના ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ, માળિયા હાટીના, માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, કોડીનારમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં નબળા દેખાવ પછી ભાજપ દિશાવિહિન, એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનો દોર