back to top
HomeNRI ન્યૂઝકેનેડા જવા માગતા લોકો માટે કામના સમાચાર, જાણો ત્યાંનું સૌથી સુરક્ષિત શહેર...

કેનેડા જવા માગતા લોકો માટે કામના સમાચાર, જાણો ત્યાંનું સૌથી સુરક્ષિત શહેર કયું?

Canada Safest cities: મોટાભાગના ભારતીયો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ વિદેશમાં વસવાટ કરવા કેનેડાની પસંદગી કરે છે. 2023માં 319000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા માઈગ્રેટ થયા છે. કેનેડા જતાં વિદ્યાર્થીઓના માતા-પિતા તેમના દિકરા કે દિકરીની સલામતી અને સુરક્ષા માટે ચિંતિંત હોય છે. જો કે, કેનેડાએ હાલમાં જ જારી કરેલા રિપોર્ટથી તેઓને ચિંતામાં ઘટાડો થશે.

કેનેડાએ હાલમાં જ દેશના સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેથી પ્રથમ વખત કેનેડા જતાં લોકો પોતાની સલામતીની પસંદગી કરતા શહેર પસંદ કરી શકે છે. ક્રાઈમ સેવેરિટી ઈન્ડેક્સ (CSI) તરીકે જાણીતા આ રિપોર્ટમાં દેશમાં ગુનાની ગંભીરતા અને ઘટનાઓને આધિન સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવે છે.

ક્યુબેક કેનેડાનું સૌથી સુરક્ષિત શહેર

કેનેડામાં સૌથી સુરક્ષિત શહેર તરીકે ક્યુબેકને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ બેરી, ઑન્ટારિયો બીજા સ્થાને છે. CSI એ પરંપરાગત અપરાધ દરથી વિપરીત (જે માત્ર ગુનાઓની સંખ્યા ગણે છે) છે. દરેક ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં પોલીસ ડેટાનો ઉપયોગ કરી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જે ગુનાના સ્તરનો ઝીણવટભર્યો દૃષ્ટિકોણ પૂરો પાડે છે. ઇન્ડેક્સના અર્થઘટન માટે 2006ને આધાર વર્ષ તરીકે ઉપયોગમાં લઈ સ્કોર્સને “100” (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેવી સિસ્ટમમાં) પ્રમાણિત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ યુરોપના આ દેશમાં ફરવા જઈ રહ્યા હોવ તો આ સ્કીમનો લાભ જરૂરથી લેજો, મફતમાં ફૂડ સાથે ટુર પણ કરાવશે

કેનેડાના 10 સૌથી સુરક્ષિત શહેરોની યાદી

ક્યુબેક સિટી, ક્યુબેક

બેરી, ઑન્ટારિયો

ટોરોન્ટો, ઑન્ટારિયો

ઓટાવા- ગેટિનેઉ (તમામ વિસ્તાર)

હેમિલટન, ઑન્ટારિયો

સેન્ટ. કેથરિન્સ-નાયગ્રા, ઑન્ટારિયો

મોન્ટ્રીયાલ કેનેડા

હેલિફેક્સ, નોવા સ્કોટીયા

કિંગ્સ્ટન, ઑન્ટારિયો

સેન્ટ. જ્હોન્સ ન્યૂફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર


 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments