– મહુવાના રોહિસા-લોંગડી વચ્ચે આવેલા ટોલનાકાના વિરોધ વચ્ચે
– ટોલનાકાના 20 કિમીના વિસ્તારમાં આવતા વાહન ધારકોને ટોલમાંથી મુક્તિ આપવાની અધિકારીઓ દ્વારા હૈયાધારણાં આપવામાં આવી હતી
મહુવા તાલુકાના રોહિસા-લોંગડી ગામ વચ્ચે લોંગડી ટોલનાકાનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં ૧૦૦ કિમીની ત્રિજ્યામાં બે ટોલનાકા શરૂ થતાં ગત ૧લી ઓગસ્ટના રોજ કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા આ ટોલનાકાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધના પગલે જે-તે અધિકારીઓ દ્વારા ટોલનાકાના ૨૦ કિમીના વિસ્તારમાં આવતા વાહન ધારકોને ટોલમાંથી મુક્તિ આપવાની હૈયાધારણાં આપવામાં આવી હતી. પરંતુ અધિકારીઓના આશ્વાસન છતાં ટોલનાકા દ્વારા આ વિસ્તારના વાહનચાલકોને રૂ.૩૪૦ના દરનો પાસ કાઢી આપવામાં આવતો હોવાથી કોંગ્રેસ આગેેવાન વિજયભાઈ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ જોષી સહિતના આગેવાનો દ્વાર મહુવા પ્રાંત અધિકારીને મહુવાના લોકોને આ ટોલનાકામાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.