– વરૂનું ‘પેક’ સામાન્ય રીતે 7 ની સંખ્યામાં હોય છે પરંતુ વેળાવદરમાં 9 સુધીની સંખ્યામાં જોવા મળ્યું છે : વુલ્ફ ડેની ઉજવણી
– વરૂ એક દિવસમાં 40 કિમી સુધીનું અંતર કાપી શકે છે : કાળિયાર અને નીલગાયના બચ્ચા વરૂનો મુખ્ય આહાર જે બન્નેના વસતી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે
આ અંગેની વન વિભાગના જાણકાર સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર તા. ૧૩મી ઓગસ્ટ ‘વુલ્ફ ડે’ તરીકે ઉજવાય છે. આજે વુલ્ફ ડેની ઉજવણી થઈ છે ત્યારે વરૂની વિશેષતાઓ પર એક દ્રષ્ટિપાત પ્રાસંગિક બની રહેશે. જેમ સિંહનો સમૂહ ‘પ્રાઈડ’ કહેવાય છે. મૃગનું ટોળુ ‘હેરમ’ તરીકે ઓળખાય છે તેમ વરૂનો સમૂહ ‘પેક’ કહેવાય છે.
સામાન્ય રીતે વરૂના એક પેકમાં કુલ ૭ જેટલી સંખ્યા જોવા મળતી હોય છે. જેમાં નર, માદા અને બચ્ચાનો સમાવેશ થાય છે. પરંતુ વેળાવદરમાં આ સંખ્યા ૯ સુધી જોવા મળી છે. વરૂ એક દિવસમાં ૪૦ કિ.મી. જેવું અંતર કાપી શકતું હોવાનું નોંધાયું છે.
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના ઈકો ઝોનમાં કાળિયાર મૃગ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓનો વિહાર છે. કાળિયાર મૃગ અને નીલગાયના બચ્ચા એ વરૂનો મુખ્ય આહાર છે. આથી ભાલ પંથકમાં વરૂની ઉપસ્થિતિ કાળિયાર મૃગ અને નીલગાયના વસતી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે.