back to top
Homeજ્યોતિષવાંચો તમારું 06 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 06 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

વૃષભ : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

મિથુન : જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. મિત્ર વર્ગની ચિંતા રહે.

કર્ક : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થઈ શકે.

સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

કન્યા : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવવું નહીં.

વૃશ્ચિક : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય. ધંધામાં આવક જણાય.

ધન : દિવસ દરમ્યાન આપે સતત કોઈનો કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગના કામમાં દોડધામ રહે.

મકર : ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. બઢતીના પ્રશ્ને પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસ, મુલાકાતનું આયોજન ગોઠવાય.

કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.

મીન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં દોડધામ-શ્રમ જણાય.

– અગ્નિદત્ત પદમનાભ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments