back to top
Homeઅમદાવાદઅપહ્યત પરિણીતાના પતિની ઓનર કિંલીંગની આશંકા વ્યક્ત કરતી અરજી

અપહ્યત પરિણીતાના પતિની ઓનર કિંલીંગની આશંકા વ્યક્ત કરતી અરજી

અમદાવાદ,શનિવાર

માધુપુરા દુધેશ્વર વિસ્તારમાં આવેલી પોલીસ લાઇનમાં રહેતા હેડ
કોન્સ્ટેબલના પુત્રએ પ્રેમલગ્ન કર્યા હતા. જો કે ગત ૨૮મી ઓગસ્ટના રોજ તે પરિવાર સાથે
હિંમતનગર જઇ રહ્યા હતા ત્યારે નાના ચિલોડા સર્કલ પાસે એક કારમાં આવેલા ચાર શખ્સો  નવ પરિણીતાનું અપહરણ કરીને નાસી ગયા હતા. આ કેસમાં
નરોડા પોલીસ દ્વારા નબળી તપાસ  થતી હોવાથી સમગ્ર
કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવાની માંગણી સાથે ઓનર કિલીંગની આશંકા વ્યક્ત કરવામાં
આવી છે.
 


આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે દુધેશ્વરમાં આવેલી પોલીસ લાઇનમાં
રહેતા અને પોલીસ હેડ ક્વાટર્સમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા  હેંમત પંડયાના પુત્ર અભિરાજ પંડયાએ હિંમતનગરમાં
રહેતી  દિયા પટેલ સાથે ગત ૬ ઓગસ્ટના રોજ આણંદના
ભાદરણમાં આવેલા મહાકાળી મંદિરમાં લગ્ન કર્યા હતા અને ભાદરણ ગ્રામ પંચાયત ખાતે લગ્ન
નોંધણી કરાવી હતી. ત્યારબાદ  બંને ૧૪ ઓગસ્ટના
રોજ અમદાવાદ ખાતે રહેવા માટે આવ્યા હતા. પરંતુ
, દિયાના પરિવારજનો દ્વારા સતત ધમકી મળતી હોલાથી અભિરાજ અને દિયા
પર જીવનું જોખમ હોવાથી હાઇકોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. લગ્ન બાદ અભિરાજના વતન
હિંમતનગર ખાતે ધાર્મિક વિધી માટે જવાનું હોવાથી તે  ગત ૨૮મી ઓગસ્ટના રોજ પોતાની પત્ની દિયા
, માતા અને પિતા સાથે
કારમાં હિંમતનગર જવા નીકળ્યા હતા. રાતના આઠ વાગ્યાના સુમારે કાર લઇને નાના ચિલોડા સર્કલ
પાસે કાકાની પાઉભાજી નામના રેસ્ટોરન્ટ પાસે તે ઉભા હતા ત્યારે એક સફેદ કારમાં આવેલા
ચાર અજાણ્યા લોકો દિયાનું અપહરણ કરીને નાસી ગયા હતા. આ અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ
નોંધવામાં આવી હતી અને દિયાના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા ત્યારે તેમણે દિયા
સાથે સંપર્ક ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ
,
૨૯મી ઓગસ્ટના રોજ દિયા નામે તેના પરિવારજનો દ્વારા અભિરાજ વિરૂદ્ધ ખોટી અરજી કરવામાં
આવી હતી આમ
, તે હિંમતનગરમાં
તેના પિયર પક્ષના લોકો પાસે હોવા છતાંય
,
નરોડા પોલીસ દ્વારા આ કેસમાં ૧૦ દિવસ સુધી સંતોષકારક કામગીરી ન થતા આ સમગ્ર કેસની
તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવા માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે અપહ્યત
યુવતીના ઓનર કિલીંગની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે દિયાના અપહરણની
ઘટના કાકાની પાઉભાજી નામના રેસ્ટોરન્ટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ હતી. પરંતુ
, અપહરણકારોએ સામાજીક
તકરાર હોવાનું કારણ આપીને કેસ વધારે ન ખેંચાઇ તે માટે ડીલીટ કરાવ્યા હતા. પરંતુ
, નરોડા પોલીસ આ મામલે
પણ કોઇ કાર્યવાહી કરી નહોતી. આમ
,
ખુદ પોલીસને ન્યાય માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments