અમદાવાદ,શુક્રવાર,6 સપ્ટેમ્બર,2024
ગુરુવારે રાત્રિ
દરમિયાન અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસતા અનેક વિસ્તારમાં
વરસાદી પાણી ભરાયા હતા.ઓઢવમાં સૌથી વધુ ૧.૩૮ ઈંચ વરસાદ વરસ્યો હતો.ઈન્દિરા સર્કલથી
કોતરપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી લાઈન ઉપર ભુવો પડતા તંત્ર તરફથી તેનુ
સમારકામ શરુ કરવામાં આવ્યુ હતુ.શુક્રવારે સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધીમા
શહેરમાં સરેરાશ ૨.૨૬ મિલીમીટર વરસાદ સાથે
મોસમનો કુલ ૩૬.૧૦ ઈંચ વરસાદ થયો હતો.
ગુરુવારે રાત્રે ૧૦થી સવારના ૬ કલાક સુધીમાં ઓઢવમાં ૧.૩૮, વિરાટનગરમાં ૧.૨૪
તથા ચકુડીયા વિસ્તારમાં ૧.૧૮ ઈંચ જેટલો વરસાદ વરસતા નિકોલમાં આવેલી કાનબા હોસ્પિટલ
પાસે તેમજ ઉત્તરઝોનમાં આવેલા અનિલ સ્ટાર્ચ રોડ સહિતના અન્ય રોડ ઉપર વરસાદી પાણી
ફરી વળતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો.મેમ્કોમાં ૨૨,
નિકોલમાં ૧૮ ઉપરાંત રામોલમાં ૧૮
મિલીમીટર વરસાદ વરસ્યો હતો.પશ્ચિમ વિસ્તારમાં પાલડી અને રાણીપમાં અનુક્રમે ૧૭
મિલીમીટર વરસાદ વરસ્યો હતા.દુધેશ્વરમાં ૧૬ તથા મણિનગરમાં ૧૩ મિલીમીટર વરસાદ વરસ્યો
હતો.શુક્રવારે વાસણા બેરેજનુ લેવલ ૧૨૯ ફૂટ નોંધાયુ હતુ.એનએમસીમાંથી ૯૦૮૦ કયુસેક,સંતસરોવરમાંથી
૭૬૮૯ કયૂસેક પાણીની આવક હતી.નદીમાં ૧૪૮૦૬ કયૂસેક
પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના કુલ સાત દરવાજા ત્રણથી ચાર ફૂટ જેટલા
ખોલવામાં આવ્યા હતા.