Ananya Panday And Walker Blanco: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં પોતાની વેબ સીરિઝ ‘Call Me Bae’ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે આ સીરિઝમાં એક ગ્લેમરસ અમીર છોકરીનો રોલ પ્લે કર્યો છે. ‘Call Me Bae’ સીરિઝમાં અનન્યાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.
અનન્યા પર તેના રુમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેકો (Walker Blanco)એ પણ પ્રેમ વરસાવ્યો છે. ફોર્મર મોડલ વોકર બ્લેકોએ અનન્યાની પ્રશંસામાં પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. વોકરે અનન્યાની સીરિઝ ‘Call Me Bae’નું પોસ્ટર શેર કરીને લખ્યું- Heyy Baeee… તેણે તેમાં અનન્યાને ટેગ પણ કરી છે.
હવે એક્ટ્રેસ માટે વોકર બ્લેકોની સ્વfટ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટ બાદ બંનેના રિલેશનશિપની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયથી અનન્યાનું નામ વોકર સાથે જોડાઈ રહ્યું છે. રિપોર્ટસ પ્રમાણે તેઓ ડેટ કરી રહ્યા છે.
અહેવાલો પ્રમાણે બંનેની પ્રથમ મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં થઈ હતી. ત્યારથી બંનેની નિકટતા વધી છે. વોકર બ્લેકોની વાત કરીએ તો તે અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે. તે જામનગરમાં રહે છે અને ‘વનતારા’ એનિમલ પાર્કમાં અંબાણી પરિવાર માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અનન્યા પાંડે 13 વર્ષ મોટા આદિત્ય રોય સાથે રિલેશનમાં હતું, પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.