back to top
Homeસ્પોર્ટ્સT20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ બાદ હવે IPLમાં ધૂમ મચાવશે આ ખેલાડીઓ

T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ બાદ હવે IPLમાં ધૂમ મચાવશે આ ખેલાડીઓ

IPL: આઈપીએલની આગામી 2025ની સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ તે પહેલા એક મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. IPLમાં કેટલાક એવા ખેલાડીઓ છે કે જે પહેલી સિઝનથી જ લીગમાં રમી રહ્યા છે. જયારે ઘણાં એવા ખેલાડીઓ પણ છે, કે જેમણે પોતાના ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લઇ લીધી છે પરંતુ હજુ IPLમાં રમી રહ્યા છે. ત્યારે અનેક એવા ખેલાડીઓ છે જેમણે T20માંથી નિવૃત્તિ લઇ લીધી છે. પરંતુ તેઓ આગામી 2025ની IPL સિઝન રમી શકે છે. તે ખેલાડીઓ પર પણ ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે. તો ચાલો જાણીએ તે ખેલાડીઓ વિશે……..   

એમએસ ધોની

ધોની આગામી આઈપીએલમાં રમશે કે નહી તેના પર હજી શંકા છે. પરંતુ જો તે રમશે તો ઘણાં ક્રિકેટ ચાહકોને ધોનીની શાનદાર બેટિંગ જોવા મળી શકે છે. 

ફાક ડુપ્લેસીસ

દક્ષીણ આફ્રિકાના ફાક ડુપ્લેસીસ પણ T20માંથી નિવૃત્તિ લઇ છોક્યો છે, પરંતુ તે હાલમાં આઈપીએલ રમી રહ્યો છે.

 ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાનો ધુંઆધાર બેટર ડેવિડ વોર્નર પણ T20માંથી નિવૃત્તિ લઇને આઈપીએલમાં રમવાનું ચાલુ રાખી શકે છે, હાલમાં તે દિલ્લી કેપિટલ ટીમનો ભાગ છે.

ટ્રેન્ટ બોલ્ટ 

ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ આઈપીએલમાં રમશે, જો કે તેણે T20માંથી સંન્યાસ લઇ લીધો છે.

આ પણ વાંચો: કેપ્ટન પદેથી બાબર આઝમની હકાલપટ્ટી ફાઇનલ! આ ખેલાડીને જવાબદારી સોંપી શકે છે પાકિસ્તાન

રવીન્દ્ર જાડેજા

ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા T20 વર્લ્ડકપ 2024 બાદ T20માંથી સંન્યાસ લઇ ચૂક્યો છે. પણ તે હજી પણ આઈપીએલમાં રમવા માટે તૈયાર છે.

રોહિત શર્મા

T20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી દીધી હતી. તેનું પણ આઈપીએલમાં રમવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments