back to top
Homeગુજરાતગાંધીનગર મહા નગરપાલિકામાં કામ કરવાની તક, આ પદ માટે અરજી શરૂ, જાણો...

ગાંધીનગર મહા નગરપાલિકામાં કામ કરવાની તક, આ પદ માટે અરજી શરૂ, જાણો પગાર ધોરણ

GMC Recruitment 2024:  ગાંધીનગર મહા નગરપાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ હેઠળ વિવિધ પોસ્ટ માટે ભરતી અંગે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. મહા નગરપાલિકા વિવિધ પોસ્ટ હેઠળ 3 ભરતી કરશે. અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 13 સપ્ટેમ્બર, 2024 છેલ્લી તારીખ છે. ઉલ્લેખનીય છે, આ ભરતી કાયમી ધોરણે થઈ રહી નથી. કોન્ટ્રાકન્ટ (કરાર) આધારિત છે.

આ પોસ્ટ માટે થશે ભરતી

ગાંધીનગર મહા નગરપાલિકા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, અને ફિમેલ હેલ્થ વર્કર પદ માટે ભરતી કરવાની છે, જેના માટે ઓનલાઈન વેબસાઈટ  https://arogyasthi.gujarat.gov.in પરથી અરજી કરવાની રહેશે. જેમાં જરૂરી વિગતો, ફોટો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.

લાયકાત

રાજ્યના ધારા-ધોરણો મુજબ ઉમેદવાર મેડિકલ ઓફિસર માટે એમબીબીએસ હોવો જોઈએ, તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રર્ડ હોવું જરૂરી છે. ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ.

આ પણ વાંચોઃ Job Vacancy: DRDOમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક, આ રીતે અપ્લાય કરી શકો છો

સ્ટાફ નર્સ

આ ઉમેદવારોએ ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમાં જનરલ નર્સિંગ અને મિડવાઈફરી પાસ કરેલું હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું અને માન્ય સંસ્થામાંથી ccc/ccc+ કરેલું હોવું જોઈએ.

ફિમેલ હેલ્થ વર્કર

ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત કોલેજમાંથી એએનએમ ફિમેલ હેલ્થ વર્કરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ. હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષાની જાણકારી તેમજ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી ccc/ccc+ કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત મેડિકલ ઓફિસરને માસિક ધોરણે રૂ. 75000, સ્ટાફ નર્સને રૂ. 20000 અને ફિમેલ હેલ્થ વર્કરને રૂ. 15000 ચૂકવવામાં આવશે. 


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments