જામનગરમાં બચું નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાક મકાનના વાડામાં સંતાડવામાં આવેલો રૂપિયા 3.36 લાખની કિંમતના 70 પેટી ઇંગલિશ દારૂનો માતબર જથ્થો એલસીબીની ટુકડી એ પકડી પાડ્યો છે. જે દરોડા સમયે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના બચુનગર વિસ્તારમાં રહેતા મોસીન મોહમ્મદભાઈ ભાયા નામના વાઘેર શખ્સ ના રહેણાંક મકાનના વાડામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જે બાતમી ના આધારે ગઈકાલે રાતે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન વાડા માંથી 840 પેટી ઇંગલિશ દારૂ ની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે 3.36.000ની કિંમતનો દારૂ કબજે કરી લીધો છે, અને આરોપી મોસીન ભાયા સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, પરંતુ તે દરોડા સમયે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.