US Presidential Debate 2024: US Elections 2024 ને લઈને કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને જબરદસ્ત તૈયારી કરી રહ્યાં છે. કમલા હેરિસ માટે મંગળવારની પ્રેસિડેન્શિયલ ડિબેટ વધારે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પહેલાંની ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડનને હરાવી દીધા હતાં. બાઇડેનનો દેખાવ એટલો ખરાબ રહ્યો કે, તેમને રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર નીકળી જવું પડ્યું.
હોટેલમાં તૈયારી કરી રહી છે કમલા હેરિસ
કમલા હેરિસનું ધ્યાન છેલ્લાં પાંચ દિવસથી મંગળવારે યોજાવનારી ડિબેટ પર છે. તેના માટે તે પિટ્સબર્ગની હોટેલમાં તૈયારી કરી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછાયેલા તમામ પ્રશ્નોને વધારે સારી રીતે તૈયાર કરી રહી છે.
આ પણ વાંચોઃ ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુની હત્યાનું ઈસ્લામિક સ્ટેટનું કાવતરું નિષ્ફળ, સાતની ધરપકડ
ટ્રમ્પ કેવી રીતે કરે છે તૈયારી?
રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ ડિબેટને લઈને કોઈ ખાસ તૈયારી નથી કરી રહ્યાં. તેમનું કહેવું છે કે, ‘સાર્વજનિક રૂપે ડિબેટ માટે વાંચવું બહુ જરૂરી નથી.’ પૂર્વ રાષ્ટ્રપતિઅધ્યયન સિવાય પોતાનો આખો દિવસ પ્રચારમાં લગાવે છે, તેનાથી અંદાજો લગાવી શકાય છે કે, આખરે અમેરિકા શું ઈચ્છે છે. તે ખુદને એ મુજબ તૈયાર કરી રહ્યાં છે કે, ફિલાડેલ્ફિયામાં નેશનલ કોન્સ્ટિટ્યૂશનમાં ચર્ચાના મંચ પર પગ મુક્યા બાદ શું કરવાનું છે.
ક્યારે જોવા મળશે ડિબેટ?
ABC ન્યૂઝે મંગળવારે 10 સપ્ટેમ્બરની રાત્રે 9:00 વાગ્યે ‘કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ એબીસી ન્યૂઝ પ્રેસિડેન્શિયલ ડિબેટ’ ની ચર્ચા માટેના નિયમ રજૂ કર્યાં છે.
આ પણ વાંચોઃ મંગળ પર માનવ વસ્તીનો પ્લાન, ઈલોન મસ્કે કરી ટાઈમલાઈન જાહેર, ક્યારે રવાના થશે પ્રથમ યાન
શું છે ડિબેટના નિયમ?
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી શરતોને માન્યા બાદ ડિબેટમાં ભાગ લેવા તૈયાર છે. ડિબેટમાં ઘણાં નિયમ અને કાયદા છે. ડિબેટ 90 મિનિટની હશે, જેમાં બે કોમર્શિયલ બ્રેક રહેશે.ડેવિડ મુઇર અને લિન્સી ડેવિસ એમ બે મધ્યસ્થીઓ હશે અને એક વ્યક્તિ પ્રશ્ન પુછશે.3 સપ્ટેમ્બર, મંગળવારે પોડિયમ પ્લેસમેન્ટ (સ્ટેજ પસંદ કરવું) અને સમાપન વક્તવ્યોના ક્રમ નક્કી કરવા માટે એક સિક્કો ઉછાળવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પને જીત મળી અને તેઓએ વક્તવ્યના ક્રમને નક્કી કરવાનો વિકલ્પ પસંદ કર્યો, જેથી પૂર્વ રાષ્ટ્રપતિ અંતિમ સમાપન વક્તવ્ય આપશે અને ઉપરાષ્ટ્રપતિ હેરિસે સ્ક્રીન પર ડાબું પોડિયમનું સ્થાન પસંદ કર્યું.મધ્યસ્થી દ્વારા ઉમેદવારોનો પરિચય આપવામાં આવશે.ઉમેદવારો મંચની વિરુદ્ધ બાજુઓથી પરિચય માટે પ્રવેશ કરે છે; પહેલા વર્તમાન પાર્ટીનો પરિચય આપવામાં આવશે.કોઈ પ્રારંભિક વક્તવ્ય નહીં, સમાપન વક્તવ્ય માટે પ્રત્યેક ઉમેદવાર માટે બે મિનિટ હશે.ઉમેદવાર ચર્ચાના સમયે પોડિયમની પાછળ ઊભા રહેશે.પ્રૉપ્સ અથવ પહેલાંથી લખેલા નોટ્સને મંચ પર લાવવાની મંજૂરી નથી.કાર્યક્રમના કાર્યકરો ઉમેદવારો સાથે પહેલાંથી કોઈ વિષય અથવા પ્રશ્ન શેર કરી શકાશે નહીં.ઉમેદવારોને એક પેન, કાગળનું એક પૅડ અને પાણીની બોટલ આપવામાં આવશે.ઉમેદવારોને પ્રશ્નના જવાબ માટે બે મિનિટ, બે મિનિટ ખંડન અને ફોલોઅપ ક્રિયા, સ્પષ્ટીકરણ અથવા પ્રતિક્રિયા માટે એક વધારે મિનિટ આપવામાં આવશે.ફક્ત એ જ ઉમેદવારોનું માઇક લાઈવ થશે જેનો બોલવાનો વારો છે અને જ્યારે અન્ય ઉમેદવારનો બોલવાનો મોકો આવશે તો પહેલાંના ઉમેદવારનું માઇક મ્યૂટ થઈ જશે.ઉમેદવારોને એક-બીજાને પ્રશ્ન પૂછવાની અનુમતિ નહીં મળે.જાહેરાત બ્રેક દરમિયાન અભિયાન કર્મચારી ઉમેદવારો સાથે વાતચીત નહીં કરી શકે.મૉડરેટર સમયના કરારોને લાગુ કરવા માટે સભ્ય ચર્ચા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે.રૂમમાં કોઈ દર્શક નહીં હોય.