આણંદ : થામણા ગામ પાસેથી પસાર થતી શેઢી નદીમાંથી શુક્રવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિકોએ ઉમરેઠ ફાયરબ્રિગેડને તથા પોલીસને જાણ કરતા બંને ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ફાયરબ્રિગેડની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢતા પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
તેમજ લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો. હજૂ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે અપમૃત્યુની નોંધ કરી યુવના મોતનું કારણ શોધવાની દીશામાં વધુ તપાસ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.