Deepika Padukone Blessed With Baby Girl: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને પરફેક્ટ કપલ તરીકે જાણીતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દિકરીનો જન્મ થયો છે. ગઈકાલે દીપિકા મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ થઈ હતી, ત્યારથી ચાહકોમાં ગુડ ન્યૂઝ અંગે ઉત્સુક્તા જોવા મળી હતી. દીપિકા-રણવીરના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાની જાણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.
દિપવીરે ગણેશજીના આશીર્વાદ લીધા
હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં આ કપલે શુક્રવારે મુંબઈમાં ગણપતિજીના આશીર્વાદ લીધા હતા. સિદ્ધિવિનાયક મંદિરમાં પરિવાર સાથે દીપિકા ગણેશના આશીવાર્દ લીધા બાદ શનિવારે મુંબઈની ગિરગાંવ ચોપાટી સ્થિત સર એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
ગત સપ્તાહે, દીપિકાએ તેના ચાહકો અને સોશિયલ મીડિયા અફવાઓ પર સ્પષ્ટતા આપતાં તેની પ્રેગનન્સીના ફોટો શેર કર્યા હતા. તેણે આકર્ષક અંદાજમાં મેટરનિટી શૂટ કરાવ્યું હતું, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફોટોની સાથે જ સોશિયલ મીડિયા પર તેના વિશે ચાલી રહેલ નકલી બેબી બમ્પ અને તેના આકારમાં ફેરફારની અફવાઓનો અંત આવ્યો હતો. ફોટોમાં તે તેના પતિ રણવીર સિંહ સાથે પણ જોવા મળી હતી.