જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી છ વર્ષ પહેલાંના રૂપિયા નવ લાખના સીંગદાણાની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
ધ્રોળ પોલીસ મથકમાં આજથી છ વર્ષ પહેલા રૂપિયા 9 લાખના સીંગદાણાની છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી તરીકે ચેતન ઉકાભાઇ દુધાત કે જે સુરત નો વતની છે, અને લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો છે.
ઉપરોક્ત આરોપી હાલ સુરતમાં એક હીરાના કારખાનામાં સંતાઈને મજૂરી કામ કરે છે, તેવી બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા, અને આરોપી ચેતન ઉકાભાઇ દુધાત ને ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.