Elon Musk: ઈલોન મસ્કે મંગળ મિશનની ટાઈમલાઈન જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે, હું આગામી 20 વર્ષમાં મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવા માગુ છું. સંપૂર્ણપણે રીયૂઝેબલ રોકેટ બનાવ્યા બાદ મસ્કે આ દાવો કર્યો છે. મસ્કએ X પર કહ્યું કે મંગળ પર એક ટન પેલોડ મોકલવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ થાઈ જાય છે. આવી સ્થિતિમાં મંગળ પર માનવ વસ્તી સ્થાપિત કરવા માટે 10 હજાર ગણી શ્રેષ્ઠ ટેક્નોલોજીની જરૂર છે. આ ચોક્કસપણે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.
ટેસ્લા ચીફે જણાવ્યું કે, આગામી બે વર્ષમાં મંગળ માટે સ્ટારશિપ લોન્ચ કરવામાં આવશે. સૌપ્રથમ મંગળ પર લેન્ડિંગ ટેસ્ટ માટે એક માનવરહિત યાન મોકલવામાં આવશે. જો લેન્ડિંગ સફળ રહેશે તો આગામી ચાર વર્ષમાં પ્રથમ માનવયુક્ત યાન મંગળ પર મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 20 વર્ષમાં મંગળ પર માનવ વસ્તી સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે ફ્લાઈટ રેટમાં સતત વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અન્ય ગ્રહ પર પણ જીવનની શક્યતા ઉત્પન્ન થવાથી માણસોની લાઈફસ્પેન વધી જશે.
કેમ મંગળનો જ છે ટાર્ગેટ
પૃથ્વીથી મંગળનું સરેરાશ અંતર 140 મિલિયન માઈલ હતું. આવી સ્થિતિમાં તે પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. પૃથ્વીની સરખામણીમાં 50 ટકા સૂર્યથી દૂર હોવા છતાં પૂરતા પ્રમાણમાં ઊર્જા પહોંચે છે. સ્પેસએક્સે કહ્યું કે આ ગ્રહ થોડો ઠંડો છે પરંતુ તેને ગરમ કરી શકાય છે. તેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન, ઓર્ગન બંને છે. એનો અર્થ એ કે મંગળનું વાતાવરણ સંકોચાઈ રહ્યું છે.
મંગળ પર પૃથ્વીની સરખામણીમાં 38% ગુરુત્વાકર્ષણ છે. આવી સ્થિતિમાં તેના પર ભારે વસ્તુઓ ઉઠાવવી પણ સરળ રહેશે. આ ઉપરાંત મંગળ ગ્રહ પર દિવસ પણ પૃથ્વીની સરખામણીમાં લગભગ સમાન છે. થોડા સમય પહેલા વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે મંગળ ગ્રહને ગરમ કરવાની એક રીત શોધી કાઢવામાં આવી છે. આ માટે લોખંડ અને એલ્યુમિનિયમથી બનેલા કૃત્રિમ કણોને એરોસોલના રૂપમાં મોકલવામાં આવશે. આ તે મંગળ પર સૂર્યપ્રકાશને પહોંચતા અટકાવશે અને સપાટીને ધીમે ધીમે ગરમ કરી દેશે.