બાલાસિનોર : બાલાસિનારના સલીયાવડી ગ્રામ પંચાયતના સરપંચે યુવતીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા સરપંચની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સરપંચને કોર્ટમાં રજૂ કરતા સબજેલ હવાલે કરાયો છે. બાલાસિનોર તાલુકાની યુવતી અને સલિયાવડી ગામના સરપંચ રાહુલ ઝાલાની શાળા કોલેજ દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. યુવતીના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા.બાદમાં સરપંચ રાહુલ ઝાલા સાથે ફરીથી સંપર્કમાં આવ્યા હતા.જયારે આ યુવતી સાથે અંગત પળોના ફોટો અને વિડીયો ઉતર્યા હતા અને યુવતીને બ્લેકમેઇલ કરીને મરજી વિરૂધ્ધ સંબંધ બાધ્યા હતા.તા. ૨૬ ઓગસ્ટના રોજ ધમકી આપી યુવતીને ભગાડી જઇને માઉન્ટ આબુ, અંબાજી વગેરે સ્થળે લઇ ગયો હતો. યુવતીએ આરોપી રાહુલ ઝાલાથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરી હતી.
જયારે બાલાસિનોર ટાઉન પોલીસે રાહુલ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીને સંતરામપુરની સબજેલમાં મોકલી આપ્યો હતો.