back to top
Homeમનોરંજનરાજકારણમાં 'હિટ' થઈ શકશે સાઉથનો આ સુપરસ્ટાર? TVKને ચૂંટણી પંચે બતાવી લીલી...

રાજકારણમાં ‘હિટ’ થઈ શકશે સાઉથનો આ સુપરસ્ટાર? TVKને ચૂંટણી પંચે બતાવી લીલી ઝંડી

EC Registered Vijay TVK Party: દક્ષિણ ભારતના પ્રખ્યાત તમિલ સુપરસ્ટાર વિજય(થલાપતિ વિજય)ના પક્ષ તમિલગા વેત્રી કઝગમ (TVK)ની સત્તાવાર રીતે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા નોંધણી કરવામાં આવી છે. પક્ષના વડા વિજયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચે અમારા રાજકીય પક્ષને ચૂંટણીની રાજકારણમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે.

તેણે કહ્યું હતું કે, “આપણા દેશના ચૂંટણી પંચે કાયદેસર રીતે તમિલગા વેત્રી કઝગમની એક રાજકીય પક્ષ તરીકે નોંધણી કરી લીધી છે, અને પંચે એક નોંધાયેલ પક્ષ તરીકે આપણને ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવાની મંજૂરી આપી છે, તમને આ વાત જણાવતા હું ખુબ આનંદ અનુભવી રહ્યો છું, ચાલો આપણે અવરોધોને તોડીએ, ધ્વજ ઉંચો કરીએ, નીતિની મશાલ લઈને  તમિલનાડુના લોકો માટે અગ્રણી રાજકીય પક્ષ તરીકે તમિલગા વેત્રી કઝગમ સાથે જોડાઈએ.’

વિજયે જણાવ્યું હતું કે, ‘પક્ષ માટે આગળના પડકારો તરફ પગલું ભરવા માટે પહેલો દરવાજા ખુલ્યો છે. પક્ષે રાજ્યમાં પરિષદ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.’ જો કે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. અભિનેતા વિજયે તમિલનાડુના કલ્યાણ માટે કામ કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: કંગના રણૌતની ‘ઈમરજન્સી’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, 3 કટ-10 ફેરફાર સાથે રિલીઝની મંજૂરી

આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલ અભિનેતા વિજયે પોતાના પક્ષના નામની જાહેરાત કરી હતી. અને 2026માં તમિલનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી. તેમણે 22 ઓગસ્ટના રોજ તેમના રાજકીય પક્ષના ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. પછીથી તેણે પનૈયુર પક્ષના કાર્યાલયમાં પણ ધ્વજને  ફરકાવ્યો હતો. આ દરમિયાન પક્ષ માટે એક સત્તાવાર ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments