back to top
Homeરાજકોટદારૃ પીવા નહીં આપનાર શખ્સને છરીના ત્રણેક ઘા ઝીંકી દેવાયા

દારૃ પીવા નહીં આપનાર શખ્સને છરીના ત્રણેક ઘા ઝીંકી દેવાયા


પોલીસના દરોડા છતાં છૂટથી મળતો દારૃ

જામનગરથી ખૂન કેસમાં મુદતે રાજકોટ આવેલો શખ્સ ઘવાયોમિત્ર સહિત ત્રણ સામે ગુનો

રાજકોટ :  રાજકોટમાં બનતા ઘણાં શરીર સંબંધી ગુના પાછળ દારૃની બદી
કારણભૂત હોય છે. છેલ્લાં ઘણાં સમયથી પોલીસ દારૃ પકડવા મોટાપાયે દરોડા પાડી રહી છે.
આમ છતાં દારૃ મળી રહ્યો છે. જેની ખુદ પોલીસને અનુભૂતિ થઈ છે. દારૃની માગણી કરી એક
યુવાન ઉપર છરી વડે હિચકારો હૂમલો થયાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મૂળ માળીયા મિયાણા પંથકનાં અને હાલ જામનગરમાં ધરાનગર શેરી
નં.૧માં રહેતાં આરીફ રજાક શેખ (ઉ.વ.ર૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે
ભંગારના ડેલામાં મજૂરી કામ કરે છે. તેના વિરૃધ્ધ ખુનનો કેસ ચાલે છે. જેમાં કોર્ટની
મુદત હોવાથી ગઈ તા.ર૬ના રોજ રાજકોટ આવ્યો હતો અને ભગવતીપરા હુશેની ચોકમાં રહેતા
સસરા મુસ્તાકભાઈ બુખારીના ઘરે રોકાયેલો હતો. તેને દારૃ પીવાની ટેવ હોવાથી સસરા
પાસેથી રૃા.૧૦૦ લઈ મોચી બજારમાં જૂની પોસ્ટ ઓફિસના ખાડા પાસે આવ્યો હતો.

ત્યાંથી દેશી દારૃ લઈ નજીકમાં દિવાલ પાસે પીવા બેઠો હતો.
ત્યારે તેનો અગાઉનો મિત્ર રાહુલ ઉર્ફે રસીયો બે અજાણ્યા શખ્સો સાથે આવ્યો હતો.
આવીને તેની પાસે દારૃની માગણી કરી હતી. પરંતુ તેની પાસે તેના પુરતો દારૃ હોવાથી ના
પાડી હતી. તે સાથે જ ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બેફામ ગાળો ભાંડવાનું શરૃ
કર્યું હતું.

ત્યાર પછી બે અજાણ્યા શખ્સોએ તેને પકડી રાખ્યા બાદ રાહુલ
ઉર્ફે રસીયાએ તારે અમને દારૃ આપવો જ પડશે તેમ કહી છરી કાઢી તેના પેટના ભાગે બે ઘા
ઝીંકી દીધા હતા. ભાગવા જતાં સાથળના ભાગે ત્રીજો ઘા ઝીંકી દીધો હતો. બૂમાબૂમ કરતાં
લોકો ભેગા થઈ જતાં આરોપીઓ હોસ્પિટલ ચોક તરફ ભાગી ગયા હતા. તેને લોહી નીકળતું
હોવાથી લોટરી બજારમાં મોટાભાઈ જાવેદની ફ્રુટની લારીએ પહોંચ્યો હતો. જે તેને
રિક્ષામાં બેસાડી સિવીલ લઈ ગયો હતો. જયાં જઈ એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments