અમદાવાદ, સોમવાર
કોટ વિસ્તારમાં દિવાળીના તહેવાર નજીક આવતાં ફરી એક વખત કિન્નરો વચ્ચે હદને લઈને ગેગવોર શરુ થઇ છે. જેમાં ખાસ કરીને દાણીલીમડા અને શાહપુરમાં કિન્નરના બે જૂથ વચ્ચે યજમાનવૃત્તિ કરીને રૃપિયા બાબતે હદને લઇને મારા મારી થઇ હતી જેમાં બન્ને છરીથી હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા. દાણીલીમડામાં રોકડા રૃા.૮૫ હજાર તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે દાણીલીમડા અને શાહપુર પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડા પોલીસે ચાર કિન્નર સહિત સામે રૃા.૮૫ હજારની લૂંટ અને શાહપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
દાણીલીમડામાં રહેતા કિન્નરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યજમાનવૃતિ કરીને ગુજરાન ચલાવે છે રવિવાર રાતે દસ વાગે ફરિયાદી તેમના સાથીદારો સાથે યજમાનવૃતિ કરીને બહેરામપુરામાં રહેતા તેમના ગુરુના ઘરે જવા રીક્ષામાં બેસીને જતા હતા. આ સમયે દાણીલીમડા કચરાના ઢગલાની સામે આરોપીઓ તેમની રીક્ષા ઉભી રખાવીને ઝઘડો કર્યો હતો. અને ડંડા તથા છરીથી હુમલો કરીને રોકડા રૃપિયા ૮૫ હજાર તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં બે જણા ઘાયલ થયા હતા.
બીજા બનાવમાં માધુપુરામાં રહેતા અને યજમાનવૃતિ કરતા કિન્નરે શાહપુર પોલીસ સ્ટેશનમા દિલ્હી ચકલા ખાતે રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ શાહપુર શંકર ભુવન ખાતે આવેલ મકાનનું ભાડુ લેવા સાથીદાર સાથે ગયા હતા. ત્યાં પહોચ્યા તે સમયે આરોપીઓએ હદ બાબતે તકરાર કરીને ગાળો બોલીને ફરિયાદી અને સાથીદારને માર મારીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.