Gujarat High Court: ગુજરાતના રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની મોટી દુર્ઘટના બની હતી. જેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. 25મી મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડના આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
રાજકોટ ગેમ ઝોન કેસના આરોપીની જામીન અરજી નામંજૂર
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ત્રણ સસ્પેન્ડેડ સનદી અધિકારીઓ સહિત ચાર આરોપીઓની રેગ્યુલર જામીન અરજી સોમવારે (30મી સપ્ટેમ્બર) સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ ઈ. એસ. સિંઘની કોર્ટે સસ્પેન્ડેડ ચીફ ફાયર ઑફિસર ઈલેશ ખેર, સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઑફિસર ગૌતમ જોષી અને રાજેશ મકવાણા તેમજ અશોક જાડેજાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં 13 આરોપીઓમાંથી ચાર આરોપીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી.
આ પણ વાંચો: યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી