Image Source: Twitter
Israel–Hezbollah conflict: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ ભારત ઈઝરાયલ-લેબનોન સરહદ પર 120 કિલોમીટરની બ્લૂ લાRન પર તેહનાત પોતાના 600 સૈનિકો પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે, જેમને ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન’ હેઠળ તેહનાત કરવામાં આવ્યા છે. જો કે ભારત એકપક્ષીય રીતે સૈનિકોને પરત નથી બોલાવી શકતું પરંતુ વધતા તણાવ વચ્ચે તેમની સાથે સંવાદ જાળવી રાખવો એ હાલમાં સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સૈનિકોની સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતા સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ (CENJOWS)ના મહાનિર્દેશક મેજર જનરલ અશોક કુમાર (રિટાયર્ડ)એ કહ્યું કે આપણા સૈનિકોની સુરક્ષા સર્વોપરી છે. ભારત તે ક્ષેત્રથી પોતાના સૈનિકોની વાપસીનો એકપક્ષીય નિર્ણય નથી લઈ શકતું પરંતુ તેમનું હિત સુનિશ્ચિત કરવા માટે પોતાના તેહનાત સૈનિકો સાથે સતત સંપર્કમાં રહે છે.
તેમણે આગળ કહ્યું કે, ઈઝરાયલ સાથે સંબંધો મહત્વપૂર્ણ છે પરંતુ જો ઈરાન યુદ્ધમાં ભાગ લે છે તો તે આ મુદ્દો જટિલ બનાવી શકે છે. ‘પશ્ચિમ એશિયામાં ભારતના વ્યૂહાત્મક હિતો બહુપક્ષીય છે.’ જો કે ઈઝરાયલ સાથેના આપણા સંબંધો ખાસ કરીને સંરક્ષણ મામલે મહત્વપૂર્ણ છે, પરંતુ યુદ્ધમાં ઈરાનની કોઈપણ પ્રકારની ભાગીદારી ભારત માટે આ મુદ્દાને જટિલ બનાવી શકે છે. ઈરાન આપણી કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, ખાસ કરીને ચાબહાર પોર્ટ માટે મહત્વપૂર્ણ છે.
મેજર જનરલ કુમારે મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને તેલના પુરવઠા અને વેપાર પર સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો આ યુદ્ધ તેલના પુરવઠામાં વિક્ષેપ પાડે છે, તો તે સીધી રીતે આપણા આર્થિક વિકાસને અસર કરી શકે છે. આ ઉપરાંત જો સ્થિતિ વધુ વણસી તો ખાડીમાં કામ કરતા 9 મિલિયન ભારતીયોની સુખાકારી જોખમમાં આવી શકે છે.
જો કે, તેમણે આશ્વાસન આપ્યું કે, વેપારમાં વૈવિધ્ય લાવવાના ભારતના પ્રયાસોમાં ખાસ કરીને લેબનોનથી મળતા ખાતરે આ જોખમોને ઓછા કર્યા છે. ભારતે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને રશિયા જેવા અન્ય સોર્સમાંથી આયાતમાં વધારો કર્યો છે જેના કારણે સંભવિત વિક્ષેપોમાં ઘટાડો થયો છે. પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે યુદ્ધથી ઉદ્ભવતા કોઈપણ પડકારોનો સામનો કરવા માટે ભારતે રાજદ્વારી રીતે જોડાયેલું રહેવું જોઈએ.
ભારતે અમેરિકા અને રશિયા જેવી મોટી શક્તિઓ વચ્ચેના સંબંધોને સફળતાપૂર્વક સંતુલિત કર્યા છે. પશ્ચિમ એશિયામાં આપણા વ્યૂહાત્મક હિતોના રક્ષણ માટે અહીં પણ સમાન દ્રૃષ્ટિકોણ મહત્વપૂર્ણ રહેશે.