back to top
Homeઅમદાવાદગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Rain Forecast In Gujarat: ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પહેલી ઑક્ટોબર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે  છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી અને ત્રીજી ઑક્ટોબરની આગાહી

બીજી ઑક્ટોબરે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઑક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ચોથી અને પાંચમી ઑક્ટોબરની આગાહી

ચોથી ઑક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પાંચમી ઑક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.

આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

પ્રાંત પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35.29 ઇંચ સાથે સિઝનનો 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.75 ઇંચ સાથે 113.95 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.02 ઇંચ સાથે સિઝનનો 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 42.15 ઇંચ સાથે સિઝનનો 145.21 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.58 ઇંચ સાથે સિઝનનો 140.60 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવે 100 ટકાથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ જિલ્લો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments