back to top
Homeસૌરાષ્ટ્રજામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ફટાકડા બજારનું આયોજન

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ફટાકડા બજારનું આયોજન

Jamnagar : જામનગર શહેરમાં આગામી દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને તા.23/10/24 થી તા.31/10/24 સુધી મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે જામનગર શહેરમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શેડ ઉભા કરી ફટાકડા લાયસન્સ મેળવવા માગતા હોય તેઓને નિયમોનુસાર ભાડુ વસુલ કરી ડ્રો પદ્ધતિથી પ્લોટ ફાળવવામાં આવશે. જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી મામલતદાર, જામનગર (શહેર)ની કચેરી ખાતે મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે તા.19/10/2024 સુધીમાં રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે. 

આ અંગેના અરજી ફોર્મ સંબધિત મામલતદારની કચેરીમાંથી મળી શકશે. તા.19/10/2024 બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણમાં લેવામાં આવશે નહી. જેની પણ સંબંધકર્તાઓએ નોંધ લેવી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે તે બાબત ધ્યાને લેવા પણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જામનગરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments